હરદૃોઈમાં ગંગા સ્નાન દૃરમિયાન ત્રણ યુવકો નદૃીમાં ગરકાવ

ઉત્તર પ્રદૃેશના હરદૃોઈ જિલ્લામાં ગંગા નદૃીમાં સ્નાન દૃરમિયાન ત્રણ યુવકો નદૃીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની ઘટના સામે આવી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલમાં જીડ્ઢઇહ્લ, સ્થાનિક ગોતાખોરો અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વ્યાપક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય યુવકો ગંગા નદૃીમાં સ્નાન કરી રહૃાા હતા. દૃરમિયાન તેઓ નદૃીના ઊંડા ભાગમાં પહોંચી ગયા અને પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઊંડાણ અને વહેણનો યોગ્ય અંદૃાજ ન આવી શકતાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ મળતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. યુવકોના પરિવારજનોમાં િંચતાનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર બચાવ કામગીરી પર નજર રાખી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ