દિૃલ્હી-એનસીઆરમાં ભારે વરસાદૃથી રસ્તાઓ સ્વિિંમગ પ્ાૂલ બન્યા
હિન્દૃ મહાસાગરમાં વાદૃળોનો જમાવડો: દૃેશમાં અતિ ભારે વરસાદૃની શક્યતા
દિૃલ્હી-એનસીઆરમાં સાંજના સમયે ધોધમાર વરસાદૃ પડતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર વાહનો ફસાઈ ગયા હતા. રસ્તાઓ સ્વીિંમગ પ્ાૂલમાં ફેરવાઈ જતા બાળકો તરવાનો આનંદૃ માણી રહૃાા હતા.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી વચ્ચે હિમાચલ પ્રદૃેશના મંડી જિલ્લામાં ગઈકાલ રાતથી જ તૂટક તૂટક પરંતુ સતત વરસાદૃ પડી રહૃાો છે. ભારે વરસાદૃને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે; નદૃીઓ અને નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે, અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય છે. ભારતીય હવામાન કેન્દ્ર, શિમલાએ મંડી જિલ્લા માટે ’યલો એલર્ટ’ જારી કર્યું છે, જેમાં ૪ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી હતી.
અવિરત વરસાદૃને કારણે મંડીમાંથી વહેતી બિયાસ નદૃીના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદૃીમાં પાણીનું પ્રમાણ વધતાં, મંડી જિલ્લા વહીવટીતંત્રે ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ પ્રવાસીઓ અને નદૃીઓ અને નાળાઓની નજીક રહેતા રહેવાસીઓને સાવચેતી રાખવા વિનંતી કરી છે.
સેટેલાઇટની નવીનતમ તસવીરો અનુસાર, ભારતીય મહાસાગર ઉપર વિશાળ અને ઘેરા વાદળોની એક મોટી પરત છવાઈ ગઈ છે, જે 15-16 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચેલા અત્યંત ઠંડા વાદળો અને સમુદ્ર પરની ભારે તોફાની પ્રવૃત્તિ દર્શાવે છે. જોકે, આ વાદળો હાલ ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે એકઠાં થયેલાં છે. દેશનાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ભાગો જેવા કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે, તે પહેલાંથી સક્રિય સ્થાનિક ચોમાસાની સિસ્ટમના કારણે છે.
હવામાન નિષ્ણાતો આ સ્થિતિને “લોડેડ વાતાવરણ તરીકે ઓળખાવી રહ્યાં છે, એટલે કે વાતાવરણમાં ભેજ તો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે પણ તેને મોટા અને સતત વરસાદમાં ફેરવવા માટે જરૂરી ચોક્કસ કારણ (ટ્રિગર) ગાયબ છે. સામાન્ય રીતે ભારત પર ચોમાસાને પૂરી તાકાતથી સક્રિય કરનારી બંગાળની ખાડીમાં હાલ કોઈ નવું લો-પ્રેશર (હળવું દબાણ) કે ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું નથી. પરિણામે, વાતાવરણ તૈયાર હોવા છતાં દેશભરમાં એકસાથે લાંબા ગાળાનો ધોધમાર વરસાદ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.
જોકે, હિંદ મહાસાગરમાં વાદળોનો આ જમાવડો એક સારો સંકેત પણ છે. જો આ વાદળો આગામી દિવસોમાં ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે, તો બંગાળની ખાડીમાં ભેજ ખેંચાશે અને નવું લો-પ્રેશર બનવાની શક્યતા વધી જશે.
