દિૃલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી ગઠબંધનનું વિરોધ પ્રદૃર્શન હાઈવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગયું હતું. જંતર-મંતર જવા નીકળેલી વિપક્ષી સાંસદૃોની કૂચને પોલીસે અધવચ્ચે રોકી દૃેતાં જોરદૃાર ઘર્ષણ થયું હતું. આ દૃરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદૃ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના અગ્રણી નેતાઓની પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ મહિલા પોલીસકર્મીઓ પર નખ મારવાનો અને જમીન પર પટકી દૃેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને વિરોધમાં રસ્તા પર સૂઈ ગયા હતા. પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરી લેવા છતાં ૈંદ્ગડ્ઢૈંછ બ્લોકનો આક્રોશ યથાવત છે. ચૂંટણી પંચ સામે મોરચો માંડીને બેઠેલા સાંસદૃોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાનેશ કુમાર જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ આંદૃોલન અટકશે નહીં.
વિરોધ સ્થળેથી અટકાયત કરાયા બાદૃ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય તમામ વરિષ્ઠ વિપક્ષી સાંસદૃોને ભરેલી દિૃલ્હી પોલીસની બસ ઘટનાસ્થળેથી રવાના થઈ ગઈ હતી અને તમામને સુરક્ષિત સ્થળે કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા હતા. જંતર-મંતર પાસે થયેલી ભારે અફરાતફરી અને ઘર્ષણ બાદૃ પોલીસે સમગ્ર સ્થિતિ કાબૂમાં લેવા માટે રાહુલ ગાંધી સહિત ૈંદ્ગડ્ઢૈંછ બ્લોકના તમામ સાંસદૃોને વાહનોમાં બેસાડીને વિરોધ સ્થળ પરથી દૃૂર લઈ જવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
દિૃલ્હી પોલીસે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરી લીધા બાદૃ તેમને સ્થળ પર રોકવાને બદૃલે તાત્કાલિક પોલીસ બસમાં બેસાડીને આગળ રવાના કરી દૃીધા હતા.
જંતર-મંતર નજીક રસ્તા પર સૂઈને વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદૃ પ્રિયંકા ગાંધી વાડ્રાને હટાવવા માટે દિૃલ્હી પોલીસના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે મહિલા પોલીસકર્મીઓએ ભારે સંઘર્ષ બાદૃ તેમને જમીન પરથી ઉઠાવીને અટકાયતમાં લીધા હતા. જંતર-મંતર નજીક પ્રદૃર્શન કરી રહેલા રાહુલ ગાંધીને દિૃલ્હી પોલીસે જબરદૃસ્તીથી રસ્તા પરથી ખસેડ્યા હતા. પોલીસકર્મીઓ તેમને બળપૂર્વક ખેંચીને લઈ ગયા હતા અને વિરોધ વચ્ચે પોલીસ બસમાં પૂરી દૃીધા હતા.
આકાશવાણી ભવનમાં ઘૂસણખોરી બદલ રાહુલ-પ્રિયંકા સામે એફઆઈઆર
નવી દિલ્હી: ગઈકાલે મુખ્ય ચુંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમારની બરતરફી સહિતની માંગણીના મુદે વિપક્ષોએ કરેલી કુચ તથા ચુંટણી પંચની ઓફીસ સામે આકાશવાણી ભવનમાં જે રીતે રાહુલ ગાંધી સહિતના સાંસદોએ મોડી રાત્રી સુધી ધરણા કર્યા તેમાં પ્રતિબંધીત ગણાતા આકાશવાણી ભવનમાં ઘુસણખોરી બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો સામે એફઆઈઆર કરી છે. કુચમાં રાહુલ ગાંધી તથા અન્ય તમામ આગળ વધતા હતા તે સમયે તેમાં નિર્ધારિત માર્ગ બદલ આકાશવાણી ભવનમાં ઘુસીને અંદર ધરણા શરૂ કર્યા હતા. આ વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધીત છે તથા માન્ય લોકોને આવી શકે છે. જેની રાહુલ-પ્રિયંકા સહિતના સાંસદો સામે એફઆઈઆર દાખલ થઈ છે.
રાહુલ તથા પ્રિયંકા ગાંધી સામે થયેલી ફરિયાદમાં તેઓ પર આકાશવાણી ભવનમાં બળજબરી ઘુસવાનો આરોપ છે. દિલ્હી પોલીસે જે ફરિયાદોના આધારે આ એફઆઇઆર દાખલ કરી છે તેમાં કઇ-કઇ કલમો લગાવી તેની માહિતી આપી નથી પણ જણાવ્યું છે કે જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ તેમ કલમો અંગે સ્થિતિ સ્પષ્ટ થતી જશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી કુંચ માટે કોઇ મંજુરી લેવામાં આવી ન હતી અને બાદમાં વિપક્ષના નેતાઓએ ધરણા પણ શરુ કરી દીધા હતા અને તે દરમિયાન તેઓ આકાશવાણી ભવનમાં કોઇ પણ મંજુરી વગર ઘુસી ગયા હતા.
