જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદૃ સમ્રાટ ચૌધરીને મળી શકે છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દૃરમિયાન એક એવું નિવેદૃન આપ્યું છે, જેનાથી એ સંકેત મળે છે કે, સમ્રાટ ચૌધરીના આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમના ખભે હાથ રાખીને નીતિશ કુમારે કહૃાું કે, હવે આ લોકો જ કામ કરશે.
નીતિશ કુમારનું આ નિવેદૃન બિહારના રાજકારણમાં ઝડપથી ફેલાઈ ગયું છે. તેમના આ નિવેદૃનનું એવું અર્થઘટન કરવામાં આવી રહૃાું છે કે, આવતા મહિને જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદૃ સમ્રાટ ચૌધરીને મળી શકે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ૧૪ એપ્રિલ પછી બિહારના નવા મુખ્યમંત્રીને શપથ ગ્રહણ કરાવવામાં આવી શકે છે.
બિહારમાં નીતિશ કુમાર સમૃદ્ધિ યાત્રાના ભાગ રૂપે આજે જમુઈ પહોંચ્યા હતા. જનસંવાદૃ કાર્યક્રમ વચ્ચે તેમણે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ખભે હાથ મૂકીને કહૃાું કે, હવે આ લોકો જ કામ કરશે. નીતીશ કુમારના આ નિવેદૃનનું એવું જ અર્થઘટન કરવામાં આવી રહૃાું છે કે સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બનશે. બિહારના આગામી મુખ્યમંત્રીના નામ અંગે હાલમાં ખૂબ અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં નીતીશ કુમારના નિવેદૃનથી સમ્રાટ ચૌધરીના નામ અંગે અટકળોએ જોર પકડ્યું છે.
બુધવારે નીતિશ કુમારના નિવેદૃનની ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા મંગળવારે તેમના જનસંવાદૃ કાર્યક્રમમાં એક્ધરે જે કહૃાું હતું તેની ચર્ચા થવા લાગી હતી. નીતિશ કુમારે મંગળવારે સમૃદ્ધિ યાત્રાના ભાગ રૂપે ભાગલપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યાં જન સંવાદૃ કાર્યક્રમમાં એક એવી ઘટના ઘટી હતી, જેનાથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અસહજ થઈ ગયા હતા. જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમારે તાત્કાલિક સ્થિતિને સંભાળી લીધી હતી.
