એનડીઆરએફની ટીમ દ્વારા ટ્રેનીંગ અપાઇ
નૂતન કેળવણી મંડળ સંચાલિત વી. ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા દ્વારા ગઉછઋ વડોદરાના સહયોગથી કોમર્સ તેમ જ આર્ટસના વિદ્યાર્થીઓ માટે આપદા વ્યવસ્થાપન અને પ્રબંધન પર પ્રેક્ટિકલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગઉછઋ ઇન્સ્પેક્ટર (કોબ્રા કમાન્ડો) બસંત તીરકી સર હાજર રહ્યા હતા. પોતાના વક્તવ્યમાં બસંત તીરકી સર દ્વારા ગઉછઋ શું છે, તેમાં કેવી રીતે જોડાઈ શકાય, ત્યાં લેવાની ટ્રેનિંગ, તેનો સમયગાળો વગેરે વિશે પ્રાથમિક સમજણ આપવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત ગઉછઋ ટીમના સભ્યો દ્વારા અલગ અલગ પ્રકારની કુદરતી આપત્તિઓ અને એ સમયે કરવાની વિવિધ કામગીરી વિશે પ્રેક્ટિકલ ડેમો કરીને વાસ્તવિક નિદર્શન કરવામાં આવ્યું હતું. હાર્ટ એટેક કે શ્વાસ અચાનક બંધ થઈ જવાના સંજોગોમાં ઈઙછ કેવી રીતે આપી શકાય, ભૂકંપ સમયે સુરક્ષિત રહેવા માટે ડ્રોપ, ક્ધટ્રોલ એન્ડ હોલ્ડ પદ્ધતિ દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચવું વગેરે વિષયોને આવરી લઈને હાજર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ડેમોમાં ભાગ લેવડાવીને ખૂબ જ રસપ્રદ શૈલીમાં વ્યવહારુ જ્ઞાન અને તાલીમ આપવામાં આવ્યા હતા. કાર્યક્ર્મ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા ઉપરોક્ત મુદ્દાઓ પર અનેકવિધ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા અને વક્તાશ્રી દ્વારા તમામ પ્રશ્નોના ખૂબ જ સરળ અને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
