સાધુ-સંતો સહિત 6નો બચાવ
ગઢડામાં ગોપીનાથ મંદિર દ્વારા જલ ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રમાઘાટ પર હોડકી પલટી જતા નાસભાગ મચી હતી. હોડકીમાં સવાર સાધુ-સંતો સહિત છને બચાવી લેવાયા હતા. ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણીમાં દુર્ઘટના સર્જાઈ છે. ગઢડાના પવિત્ર ઘેલો નદીના રમા ઘાટ પર નાવડી પલટી જતા નાસભાગ મચી હતી. પૂજન વિધિ સમયે અને ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં દુર્ઘટના સર્જાઈ હતી. નાવડીમાં સવાર 6 લોકોનો આબાદ બચાવ થયો હતો. નાવડીમાં સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સવાર હતા
પ્રાથમિક અનુમાન મુજબ નાવડીમાં વજન વધી જતા પલટી હોવાનું મનાય છે જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને સ્નાન કરાવવા પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીનો ઉપયોગ કરાયો હતો ગોપીનાથજી દેવ મંદિરથી શોભાયાત્રા સાથે ભગવાનને રમા ઘાટ ખાતે લાવવામાં આવ્યા હતા વર્ષોથી પરંપરાગત રીતે રમા ઘાટ ખાતે જળઝીલણી ઉત્સવની ઉજવણી થાય છે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન-અર્ચન બાદ ભગવાનને ઘેલો નદીમાં સ્નાન કરાવવાનું આયોજન હતું. જોકે ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં જ નાવડી પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટના સમયે હજારોની સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતો ઉપસ્થિત હતા.
