ચાર ગોલ્ડ મેડલ મેળવતા વિદ્યાર્થી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આયોજિત આંતર-કોલેજ કુસ્તી સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ભાઈઓ તથા બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 4 મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
ભાઈઓની સ્પર્ધામાંસેજાણી મયુરેફ્રીસ્ટાઇલ 74 કિગ્રા વજન વર્ગમાંબ્રોન્ઝ મેડલતથા ગ્રીકો-રોમન 72 કિગ્રા વજન વર્ગમાંબ્રોન્ઝમેડલપ્રાપ્ત કર્યો હતો.લકીરાજ રાઠોડેગ્રીકો-રોમન 97 કિગ્રા વજન વર્ગમાંસિલ્વર મેડલપ્રાપ્ત કર્યો હતો.મહિલા ફ્રીસ્ટાઇલ કુસ્તીમાંહડીયલ મિત્તલએ 65 કિગ્રા તથાપારઘી જયશ્રીએ 68 કિગ્રા વજન વર્ગમાંસિલ્વર મેડલપ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલદ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેલાડીઓની સફળતામાંપીટીઆઈ ડો. શ્વેતા દવેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન નોંધપાત્ર રહ્યું હતું.
