બર્ગરકિંગ, મેકડોનાલ્ડસ સહિત 53 પેઢીમાં ફુડ વિભાગ ત્રાટકી

18 પેઢીને નોટીસ ફટકારી 17 હજારનો વહીવટીચાર્જ વસુલાયો

શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ અને સંસ્થાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, અસ્વચ્છતા અને ગંદકી સામે લાલ આંખ કરીને મોટાપાયે સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહી દરમિયાન શહેરની કુલ 53 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે ડ્રાઇવ દરમિયાન વિવિધ સ્થળોએથી અંદાજે 65 કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી અને નુકસાનકારક જથ્થો જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ સાથે જ હાઈજેનિક કન્ડિશનનો અભાવ, લાયસન્સ વગર વેપાર અને ગેરકાયદેસર સ્ટોરેજ બાબતે કુલ 18 પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરીને કુલ રૂૂ. 17,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત, ઋજજઅઈં એક્ટ હેઠળ વિશેષ 3 નમૂનાઓ લઈને પૃથ્થકરણ (લેબ ટેસ્ટિંગ) માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન હાર્ડ કેસલ રેસ્ટોરન્ટ પ્રા.લિ. (મેકડોનાલ્ડ્સ) કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોક સ્થિત આ આઉટલેટમાંથી ‘ઉીંતિં ળશહસ‘ ટોન્ડ મિલ્ક અને ‘ઉજ્ઞવહયિ‘ સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશના નમૂના લેવામાં આવ્યા હતા તેમજ રૂૂ. 3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.બર્ગર કિંગ (રેસ્ટોરન્ટ બ્રાન્ડઝ એશિયા લિ.) કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ ખાતે આવેલા આ સ્ટોરમાંથી વપરાયેલું ફ્રાઈંગ પામોલિન ઓઇલ (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો હતો અને નોટિસ અપાઈ હતી. લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાંથી 20 કિલો પડતર/વાસી ઘઉં, પ્રેમ કેટરર્સ (મહિલા કોલેજ કેન્ટીન)માંથી 20 કિલો વાસી ચીજવસ્તુઓ, ફેનેલ ઇન્સ્ટિટ્યૂટમાંથી 20 કિલો એક્સપાયરી પોપકોર્ન અને વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલમાંથી 5 કિલો સડેલા બટેટાનો જથ્થો પકડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને દંડ વસૂલાયો હતો.

રિલેટેડ ન્યૂઝ