મોબાઇલ-ફર્સ્ટ અને શોર્ટ સીરિયલાઇઝ્ડ ક્ધટેન્ટની વધતી માંગને ધ્યાનમાં રાખીને, અગ્રણી ટેલિકોમ કંપની ટશ ના ક્ધટેન્ટ એગ્રીગેટર પ્લેટફોર્મ ટશ Vi Movies TVએ આજે માઇક્રોડ્રામા કેટેગરીમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી હતી. માઇક્રોડ્રામા હવે Vi Movies TV પર પ્રથમ વખત ઇીહહયિં ખશભજ્ઞિમફિળફએપ સાથે ભાગીદારીમાં ઉપલબ્ધ રહેશે અને તેને ટશ ખજ્ઞદશયત ઝટ એપ મારફતે સરળતાથી એક્સેસ કરી શકાશે.
ભારતમાં સ્માર્ટફોન-ફર્સ્ટ દર્શકો વચ્ચે માઇક્રોડ્રામા ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. ઉદ્યોગના રિપોર્ટ્સ અનુસાર, 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે માઇક્રોડ્રામા પ્લેટફોર્મના વૈશ્ર્વિક ડાઉનલોડ્સમાં 11 ટકા યોગદાન આપ્યું હતું, જે 35 મિલિયન સુધી પહોંચ્યું છે. ભારતમાં માઇક્રોડ્રામા માર્કેટમાં ઝડપી ગતિએ વૃદ્ધિ થવાની સંભાવના છે અને 2026 સુધીમાં તેનું મૂલ્ય 1.5 અબજ ડોલર અને 2030 સુધીમાં 4.5 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.
આ વૃદ્ધિમાં ટિયર 2અને ટિયર 3શહેરોમાં વધી રહેલી સ્વીકૃતિ,યુવા દર્શકો અને બદલાતી ક્ધટેન્ટ જોવાની આદતો મુખ્ય ભૂમિકા ભજવશે. દરરોજ સરેરાશ 40થી 90 મિનિટ સુધીનો જોવાનો સમય અને 90 ટકાથી વધુ પૂર્ણતા દર દર્શાવે છે કે આ કેટેગરીમાં મજબૂત એન્ગેજમેન્ટ જોવા મળે છે.
