ન્યૂ ફંડ ઑફર 20 મે, 2026થી 27 મે, 2026 સુધી ખુલ્લી છે. આ ગાળામાં પોલિસીઓની કિંમત રૂા.10ની ગઅટ પર રહેશે
નિવૃત્તિ યોજના તમે કામગીરી કરવાનું બંધ કરો એ પછી પણ તમારાં નાણાં વધતા રહે એની ખાતરી આપે છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા ટાટા અઈંઅ લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા અઈંઅ ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ પેન્શન ફંડ પ્રસ્તુત કર્યું છે, જે ઉપભોક્તાઓને ભારતમાં ડિવિડન્ડની ચુકવણી કરતી અગ્રણી કંપનીઓ મારફતે લાંબા ગાળે નિવૃત્તિમાં સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફંડમાં માર્કેટ સાથે લિંક રોકાણની વૃદ્ધિની સંભાવિતતાનો જીવન વીમા કવચની ખાતરી સાથે સમન્વય થયો છે, જે નાણાકીય રીતે મજબૂત અને સાતત્યપૂર્ણ વ્યવસાય મારફતે નિવૃત્તિની યોજનામાં શિસ્તબદ્ધ અભિગમ ઑફર કરે છે.
ફંડ ભારતની સૌથી વધુ સાતત્યપૂર્ણ રીતે ડિવિડન્ડની ચુકવણી કરતી 50 કંપનીઓમાં રોકાણ કરે છે, જે બજારનાં વિવિધ ચક્રોમાં શેરધારકોને લાભદાયક વળતર આપે છે. આ ફંડ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ અભિગમને અનુસરે છે અનેAIA 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જે ઈંછઉઅઈંના નીતિ નિયમો સાથે સુસંગત છે. ફંડનો પોર્ટફોલિયો સંકેન્દ્રિત કે સટ્ટાબાજીની તકોને બદલે બજારમાં સ્થાપિત લીડર કંપનીઓની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કંપનીઓ ડિવિડન્ડ આપતી હોવાથી ફંડ એ આવકની અલગ રીતે ચુકવણી કરવાને બદલે પોર્ટફોલિયોમાં પુન:રોકાણ કરે છે. સમયની સાથે આ બંને પ્રકારના મૂડી સંવર્ધન અને આવકના પુન:રોકાણની છૂટ આપીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન વધારી શકે છે, જે નિવૃત્તિના ભંડોળનું સર્જન કરવામાં પ્રદાન કરે છે.
