SBI લાઈફની મધર્સ ડે પરની ફિલ્મ માંની ભાવનાત્મક સમજણ, તેનો શાંત સ્વભાવ અને તેના પ્રિયજનોને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવામાં મદદ કરવાની તેની સહજ ક્ષમતાને સુંદર રીતે રજૂ કરે છે
કેટલીક વાતો કહેવાની જરૂર પડતી નથી, ખાસ કરીને જ્યારે વાત માંની હોય. મૌનમાં છુપાયેલી ચિંતા, હાસ્યની પાછળનો ખચકાટ, કોઈ સપનાની શરૂઆત – માં આ બધું જ ઓળખી જાય છે, ખાસ તો ત્યારે જ્યારે તમે તેને વ્યક્ત પણ નથી કરતા. . SBI Life Insurance પોતાની મધર્સ ડે ફિલ્મ ‘બિન સમજાએ, સિર્ફ માં સમજતી હૈ’ દ્વારા આ લાગણીને જીવંત કરે છે, અને દરેક પરિવારમાં રહેલી સાંત્વના, આત્મવિશ્વાસ અને વિશ્વાસના પ્રથમ સ્રોત એવી માંને અંજલિ આપે છે.
આ ફિલ્મ માંની સહજ લાગણીઓની સમજણ પર પ્રકાશ પાડે છે, અને પરિવારના વિશ્વાસ, આત્મવિશ્વાસના મોભ તરીકે દર્શાવે છે. ખૂબ ઝીણી અને ઉંડી સમજ સાથેની આ ફિલ્મ દ્વારા બ્રાન્ડ એ વિશ્વાસ અપાવે છે કે તેઓ પણ માતૃત્ત્વની જેમ જ જબરજસ્ત શાંત શક્તિ દ્વારા તમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરે છે.
આ ફિલ્મ બે માતા વચ્ચેની માર્મિક વાતચીતથી શરૂ થાય છે. જેમાં એક યુવાન માતા છે, જે મેટરનિટી લીવ પરથી પાછી આવી છે, જે પોતે એવી લાગણીઓથી લડી રહી છે, જેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તી. પોતાની આકાંક્ષાઓ અને એક વણકહ્યા ખચકાટ વચ્ચે સંતુલન બનાવવાની સાથે, તે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે સંઘર્ષ કરે છે. તેમ છતાંય, તેની મમ્મી તેના કશું કહ્યા વિના બધું સમજી જાય છે, અને તેને પ્રેમથી સમજાવે છે કે પોતાનો રસ્તો સિલેક્ટ કરવો, એ પરિવાર પ્રત્યેની લાગણી કે સમર્પણને ઓછું નથી કરતું, પરંતુ પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવાની સાથે સાથે પરિવારનું પાલન પોષણ કરવું, તેમને વધુ તાકાતવાન બનાવે છે.
આ ફિલ્મ એવું શાશ્વત સત્ય દર્શાવે છે, કે માં માત્ર આપણી સારસંભાળ કરનાર જ નથી, તેનાથી બીજું પણ તે ઘણું કરી શકે છે. તે એવા નિર્ણય લઈ શકે છે, જે પોતાના ઈરાદા કે વાયદા વચ્ચે સંતુલન જાળવી રાખે. તેમની ભાવનાત્મક સમજણ અને તેમના પોતાના જીવનની સાથે પરિવારના ભવિષ્યને પણ આકાર આપે છે.
