5ૠ સેવાઓ હવે ભાવનગર, જામનગર, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીધામ, નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વાપી, દમણ અને સિલ્વાસામાં ઉપલબ્ધ
ગયા વર્ષે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G સેવા શરૂ કર્યા બાદ અગ્રણી ટેલિકોમ ઓપરેટર ટશ હવે ગુજરાતનાવધુ 16 શહેરોમાં તેના વિસ્તરણને વધુ વેગ આપી રહી છે, જેની સાથે કુલ આંકડો હવે 20 શહેરો સુધી પહોંચ્યો છે. રાજ્યમાં તેની 5ૠ હાજરીને વધુ મજબૂત બનાવતા ટેલિકોમ કંપનીએ ભાવનગર, જામનગર, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીધામ, નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વાપી, દમણ અને સિલ્વાસામાં તેની 5ૠ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
તેની 5ૠ સેવાઓના વિસ્તરણ માટે ટશએ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, વધુ ડેટા વપરાશ ધરાવતા કેન્દ્રો અને ઝડપથી વિકસી રહેલા શહેરી વિસ્તારો સહિતના મહત્વપૂર્ણ બજારોને પ્રાથમિકતા આપી છે. આ લોન્ચ સાથે ટશનો ઉદ્દેશ્ય વિવિધ મહત્વપૂર્ણ વિકાસશીલ બજારોને આવરી લેવાનો છે, જેમાં મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જામનગર,વાપી, ભરૂચ, અંકલેશ્વર, સુરેન્દ્રનગર અને નડિયાદ,મહત્વપૂર્ણ વ્યાપારી અને પોર્ટ સાથે જોડાયેલા હબ તરીકે ભુજ અને ગાંધીધામ,મહત્વપૂર્ણ વ્યાપારી અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે આણંદ,ઉત્પાદન અને પર્યટન આધારિત મહત્વપૂર્ણ વિસ્તારો તરીકે દમણ અને સિલ્વાસા તેમજ નોંધપાત્ર ડેટા વપરાશ ધરાવતા મહત્વપૂર્ણ વહીવટી, ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્રો તરીકે ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી અને મહેસાણાનો સમાવેશ થાય છે.
