પાંચ લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા : ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ કાગદડી ગામના પાટિયા પાસે છે રાત્રે વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતની અદાવતમાં આઠ શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે એક જ પરિવારના પાંચ ભાઈઓ-ભત્રીજા પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ ધોકા અને છરી વડે આડેધડ ઘા ઝીંકતા પાંચેય ભાઈઓને ઈજાઓ પહોંચી છે, જેમાંથી ચારને સારવાર માટે ખસેડાયા હતાં. કુવાડવા પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ,કુવાડવા નજીક વાછકપર બેડી ગામે રહેતાં રાહુલ ઘેલાભાઇ હાડગરડા-ભરવાડ (ઉ.વ.20), તેના કાકાના દિકરા હરેશ નાગજીભાઇ હાડગરડા (ઉ.વ.23), વિશાલ કમાભાઇ હાડગરડા (ઉ.વ.19) અને ભત્રીજા અક્ષય મોતીભાઇ હાડગરડા (ઉ.વ.21) ઉપર રાતે દસેક વાગ્યે કાગદડીના પાટીયા પાસે વાછકપર બેડીના આઠ શખ્સોએ છરી-ધોકાથી હુમલો કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બનાવમાં વાછકપર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ભગવાનજી ઘેલાભાઇ હાડગરડા (ઉ.વ.30)ની ફરિયાદ પરથી તેના જ ગામના અજય નાનજીભાઇ ટોયટાભરવાડ, વિજય નાનજીભાઇ ટોયટા, ભરત નાનજીભાઇ ટોયટા, કાના વીરમભાઇ હાડગરડા, લાલા વીરમભાઇ હાડગરડા, મુન્ના ગીગનાભાઇ ફાંગલીયા અને હડાળાના સુરેશ ગીગાભાઇ ફાંગલીયા વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ભગવાનજી હાડગરડા બોલેરો પીકઅપનું ડ્રાઇવીંગ કરી ગુજરાનલ ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે 21મીએ તેના કાકાના દીકરા હરેશને દિવસ દરમિયાન ગામના જ અજય નાનજીભાઈ ટોયટા સાથે રસ્તા પર વાહન ઓવરટેક કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતે સમાધાન અથવા વાતચીત કરવા માટે અજયે હરેશ અને તેના ભાઈ રાહુલને ફોન કરીને કાગદડી પાટિયા પાસે આવેલી કનૈયા હોટલ પર આવવાનું કહ્યું હતું. આ વાતની જાણ થતાં જ મોટા ભાઈ ભગવાનજી પોતાની બોલેરો ગાડી લઈને કનૈયા હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનો ભાઈ રાહુલ, કાકાના દીકરા હરેશ અને વિશાલ, તથા ભત્રીજો અક્ષય હાજર હતા. ભગવાનજી હજુ ગાડીમાંથી ઉતરીને તેમની પાસે જતો હતો ત્યાં બે મોટરસાયકલ અને એક સીએનજી ઓટો રિક્ષામાં આઠ શખ્સોનું ધસી આવ્યું હતું. જેમાં અજય, વિજય, ભરત, લાલો, સુજીત, મુનો, સુરેશ સહિતના હતાં. આ બધાએ ટોળકી રચી ેફામ ાળો આપવાનું શરૂૂ કર્યું હતું. ભગવાનજીએ વચ્ચે પડીને ઝગડો ન કરવા સમજાવવાનો પ્રયાસ કરતા જ વિજયટોયટાએ રિક્ષામાંથી ધોકો કાઢી ભગવાનજીના માથાના પાછળના ભાગે ફટકારી દીધો હતો, જેનાથી તેઓ લોહીલુહાણ થઈને નીચે પડી ગયો હતો. બાદમાં હુમલાખોરોએ તેના ભાઈ રાહુલને પણ માથામાં ધોકો મારી દીધો હતો અને અન્ય ભાઈઓને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. લોકોનું ટોળું એકઠું થતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત ભાઈઓ હજુ હોસ્પિટલ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ આ આઠેય શખ્સો ફરીથી આજે તમને પાંચેયને જાનથી મારી નાખવા છે તેવી બૂમો પાડતા છરીઓ અને ધોકા સાથે તૂટી પડ્યા હતા. જેમાં હરેશને હાડગરડાને અજય ટોયટાએ છાતી, બાવડાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતાં. અક્ષયને પડખા, નાક પર અને છાતીમાં ઘા માર્યા હતાં. તેમજ વિશાલને બાવડા, વાંસાના ભાગે છરીથી ઇજા પહોંચાડાઇ હતી. બાકીના શખ્સોએ ધોકા વડે પાંચેય ભાઈઓને આડેધડ માર માર્યો હતો. નાવને પગલે કોઈ સ્થાનીક વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ઇજાગ્રસ્ત રાહુલ, વિશાલ અને હરેશ સહિત ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભગવાનજી અને અક્ષય પોતાની બોલેરો ગાડી દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હતા. ભગવાનજીને માથામાં 6 થી 7 ટાંકા આવ્યા હોઈ પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ છે. જ્યારે રાહુલ, હરેશ, વિશાલ, અક્ષયને દાખલ કરાયા હતાં. સર્જીકલ વોર્ડ-4 માં દાખલ છે. અહિથી વધુ ઇજા પામનાર વિશાલ, હરેશ અને અક્ષયને વધુ સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં રીફર કરાવમાં આવ્યા હતાં.ભગવાનજી હાડગરડાની ફરિયાદના આધારે પોલીસે આઠેય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચી હુમલો કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. કુવાડવા પીઆઇ વી. આર. વસાવા, અજીતભાઇ લોખીલ સહિતે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વિશેષ તપાસ હાથ ધરી છે.
