મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 11 ઓગસ્ટ 2026ના રોજ ખુલ્લી મુકશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 10 ઓગસ્ટ, 2026 છે. બિડ/ઓફર ગુરુવાર, 13 ઓગસ્ટ 2026ના રોજ બંધ થશે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 10 ઓગસ્ટ, 2026 છે. ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર અને ત્યારબાદ તેના 107 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 133થી રૂ. 140 નક્કી કરવામાં આવ્યો છે.
આ ઓફરની કુલ સાઇઝ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા સુધીના ઇક્વિટી શેરની છે, જેની કુલ કિંમત રૂ. 15,530.00 મિલિયન સુધી રહેશે.
ઓફરમાં રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા 6 સુધીના ઇક્વિટી શેરના ફેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. જેની કુલ કિંમત રૂ. 14,280.00 મિલિયન સુધીની છે. ઉપરાંત સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો પણ સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 1,250.00 મિલિયન સુધીની છે. વેચાણ માટેની ઓફર હેઠળ સતીશકુમાર ટી દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા સુધીના ઇક્વિટી શેર, જેની કુલ કિંમત રૂ. 750.00 મિલિયન સુધીની છે, તેમજ અનિતા એસ દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા 6 સુધીના ઇક્વિટી શેર, જેની કુલ કિંમત રૂ. 500.00 મિલિયન સુધીની છે, વેચવામાં આવશે. એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરનારા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 13નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
