આઈપીઓથી એનએસઈને એક ફદીયુ પણ નહી મળે: પ્રારંભીક રોકાણકારો માલામાલ
મુંબઈ શેરબજાર ઉપરાંત એમસીએકસ તથા આઈઈએકસના કુલ માર્કેટ કેપ કરતા એનએસઈનુ માર્કેટ કેપ ડબલ થઈ ગયુ
ન્ોશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ)ના શેરના આજે મુંબઇ સ્ટોક એકસચેન્જમાં યોજાયેલા લિર્િંસ્ટગ દૃરમિયાન એનએસઇના એમડી અન્ો સીઇઓ આશિષ કુમાર ચૌહાણ, એનએસઇના ચેરપર્સન શ્રીનિવાસ ઇન્જેતી, બોમ્બ્ો સ્ટોક એકસચેન્જના સીઇઓ સુંદૃર રામન રાયમૂર્થી ત્ોમજ અન્ય પદૃાધિકારીઓ ઉપસ્થિત નજરે પડે છે.
નેશનલ સ્ટોક એકસચેંજ આજે મુંબઈ શેરબજારમાં લીસ્ટીંગ થતા જ તેની માર્કેટ કેપ રૂા.4.45 લાખ કરોડની બની છે અને તે દેશની ટોચની 10 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. એનએસઈના શેરનું આજે મુંબઈ શેરબજારમાં લીસ્ટીંગ થયું હતું અને પ્રારંભમાં થોડા નબળા દેખાવ બાદ એનએસઈના શેરમાં પાંચ ટકા જેવો વધારો દેખાયો હતો. પ્રારંભમાં 1785નો શેર રૂા.1800માં લીસ્ટેડ થયો અને બાદમાં થોડી ડુબકી લગાવી હતી અને હવે તેનું માર્કેટ શેર જે 4.63 લાખ કરોડ સુધી પહોંચ્યુ હતું તે 4.45 લાખ કરોડ નોંધાયું છે અને તે મુંબઈ શેરબજાર ઉપરાંત મલ્ટી કોમોડીટી એકસચેંજ (એમસીએકસ) અને ઈન્ડીયા એનર્જી એકસચેંજ (આઈસીએકસ)ના કમ્બાઈન્ડ માર્કેટ શેર કરતા ડબલ થયુ છે. બીએસઈનું માર્કેટ કેપ રૂા.1.31 લાખ કરોડ છે જયારે એમસીએકસનું 86875 કરોડ અને આઈસીએકસનું 9973 કરોડ છે. નેશનલ સ્ટોક એકસચેંજ એ ભારતમાં મોખરાનું શેરબજાર છે અને તેથી તેના શેરનું રોકાણ લાંબાગાળે નફાકારક હશે તે પણ નિશ્ર્ચિત છે. નિષ્ણાંતો માને છે કે સ્ટોક એકસચેંજમાં તે પુર્ણ પ્રભુત્વ ધરાવતુ માર્કેટ બની જશે અને તેની સાથે દેશની ટોચની કંપનીઓમાં તેનું સ્થાન આવી ગયુ છે. હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા.16.77 લાખ કરોડના માર્કેટકેપ સાથે નંબર વન છે. બાદમાં એચડીએફસી રૂા.11.25 લાખ કરોડનું માર્કેટકેપ ધરાવે છે ત્યારબાદનાં ક્રમમાં ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ અને એલએન્ડટી આવે છે. એનએસઈનો આઈપીઓ રૂા.22500 કરોડનો હતો. પરંતુ પુરા આઈપીઓથી સ્ટોક એકસચેંજને એક પૈસો મળવાનો નથી. કારણ કે કોઈ નવા શેર ઈશ્યુ થયા નથી પણ સ્ટોક એકસચેંજની સ્થાપનામાં જે સરકારી કંપનીઓ અને અન્યોએ રોકાણ કર્યુ હતુ તેના 12.64 કરોડ શેર ઓફર ઓફ સેલમાં વેચાયા છે.
