લોટે ઇન્ડિયાને જાહેરાત કરતા આનંદ થાય છે કે નેશનલ ફૂડ લેબોરેટરી, ગાઝિયાબાદ (“ગાઝિયાબાદ લેબ”) ના પ્રયોગશાળા પરીક્ષણ પરિણામોએ પુષ્ટિ કરી છે કે લોટે ચોકો પાઈ (કજ્ઞિિંંય ઈવજ્ઞભજ્ઞ ઙશય) તમામ લાગુ પડતી ખાદ્ય સુરક્ષા અને ધોરણોની જરૂરિયાતોને પૂરી કરે છે અને વપરાશ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં) દ્વારા માન્યતા પ્રાપ્ત રેફરલ ફૂડ લેબોરેટરી, ગાઝિયાબાદ લેબે, તે જ બેચમાંથી એક નમૂનાનું પરીક્ષણ કર્યું હતું જે અગાઉ નિષ્ફળ ગયો હતો. નેશનલ ફૂડ લેબોરેટરીના તારણો ભારતીય ખાદ્ય સલામતી નિયમોનું પાલન કરવા અને તેના ગ્રાહકો અને વેપાર ભાગીદારોના વિશ્વાસને જાળવી રાખવા માટે લોટે ઇન્ડિયાની કટિબદ્ધતાને પુન:સ્થાપિત કરે છે.
કડક ગુણવત્તા ધોરણોને જાળવી રાખવા માટે દ્રઢપણે પ્રતિબદ્ધ, લોટે ઇન્ડિયાએ રેફરલ ફૂડ લેબોરેટરી દ્વારા નમૂનાનું સ્વતંત્ર રીતે વિશ્લેષણ કરાવવાના તેના વૈધાનિક અધિકારનો ઉપયોગ કર્યો હતો. તદનુસાર, એફડીએ (ઋઉઅ), દુર્ગ, છત્તીસગઢ દ્વારા 10 એપ્રિલ 2026ના રોજ ઉત્પાદિત એ જ બેચ (બેચ નં. ગખ10ઉઈ2) માંથી એક નમૂનો સ્વતંત્ર વિશ્લેષણ માટે નેશનલ ફૂડ લેબોરેટરી, ગાઝિયાબાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીએ પરીક્ષણો હાથ ધર્યા અને ક્ધફર્મ કર્યું કે લોટે ચોકો પાઈ તમામ લાગુ ખાદ્ય સુરક્ષા અને ધોરણોની જરૂરિયાતોને સુસંગત છે.
