એનપીસીઆઈ ભીમ સર્વિસિસ લિમિટેડ (ગઇજક), જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ગઙઈઈં)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, તેણે આજે જાહેરાત કરી છે કે ઇઇંઈંખ પેમેન્ટ્સ એપ પર ’તત્કાલ ગઙજ’ સુવિધા હવે ઉપલબ્ધ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (ઙઋછઉઅ) દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા વપરાશકર્તાઓને બેંકની શાખામાં ગયા વિના અથવા નવા દસ્તાવેજો જમા કરાવ્યા વિના, માત્ર ત્રણ પગલાંમાં ઍપ દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (ગઙજ) ખાતું ખોલવાની સુવિધા આપે છે.
ખાતું ખોલવાની આ પ્રક્રિયામાં બેંક દ્વારા અગાઉથી ચકાસાયેલ ઊંઢઈ વિગતોનો ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તાઓએ માત્ર પોતાની જન્મતારીખ દાખલ કરવાની, પાત્ર બેંક ખાતું પસંદ કરવાનું અને ઞઙઈં દ્વારા ગઙજમાં પ્રથમ વખત નાણાં જમા કરાવવાનાં રહેશે. હાલમાં ઇઇંઈંખ એપ પર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (જઇઈં), ઇંઉઋઈ બેંક, ઈંઈઈંઈઈં બેંક, ઍક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બેંક ઑફ બરોડાના ગ્રાહકો માટે ’તત્કાલ ગઙજ’ સુવિધા ઉપલબ્ધ છે. આગામી સમયમાં આ સુવિધા હેઠળ વધુ બેંકોને પણ સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
