રાજયમાં ફોર ફાઈવ સ્ટાર હોટેલોમાં લીકર શોપ માટે હવે સીધી પરમીટ મળી જશે

દારૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં બંધીમાં હળવાશ
વિકસતા ઉદ્યોગો પ્રવાસન અને આંતરરાષ્ટ્રીય રમતોત્સવને ધ્યાનમાં રાખી સરકારનો સૈધ્ધાંતિક નિર્ણય

નશાબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં વિકસતા પ્રવાસ તથા ઔદ્યોગિક વૃધ્ધિને ધ્યાને રાખીને છુટછાટ આપતા કદમ ઉઠાવવામાં આવી જ રહ્યા છે અને હવે તેમાં વધુ નહળવાશથ કરવામાં આવી રહી હોય તેમ રાજ્યની ફોર અને ફાઇવ સ્ટાર હોટલમાં નલીકસ શોપથ (શરાબની દુકાન)ની પરમીટ સીધી જ મળી જાય તેવી વ્યવસ્થા કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવની તૈયારી શરુ થઇ છે. પ્રવાસન પણ વિકસી રહ્યું છે. પ્રવાસીઓને શરાબની પરમીટ આપવામાં આવે જ છે. તેઓને શરાબ મેળવવામાં સરળતા રહે તે માટે હોટલોને લીકર શોપ્ની મંજુરી અપાય છે પરંતુ તેની પ્રક્રિયાની ઝંઝટથી ઘણો વિલંબ થતો હોય છે તે દુર કરવા માટે ફોર અને ફાઇવ સ્ટાર હોટલોને લીકર શોપ માટે સીધી જ મંજુરી આપવાનું સૈધ્ધાંતિક રીતે નકકી કરવામાં આવ્યું છે એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં થ્રી-સ્ટાર હોટલો માટેના નિયમો હળવા કરીને તેમાં પણ મંજુરી અપાશે.
રાજ્ય સરકારની હળવી નીતિથી રાજ્યમાં નલીકર શોપથનું નેટવર્ક વિસ્તરી શકશે.
રાજ્ય સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ગત ચિંતન શિબિરમાં રાજ્યના પ્રવાસન વિકાસ વિશે ચર્ચાસત્ર યોજાયું હતું. જ્યારે અનેક અધિકારીઓએ હોટલોમાં લીકર શોપ્ની મંજુરી નિયમો હળવા કરવાનું સુચવ્યું હતું. હોટલ એસોસીએશન તો લાંબા વખતથી આ પ્રકારની છુટછાટની માંગ કરી જ રહ્યું છે.
પ્રવર્તમાન નિયમનકારી પ્રક્રિયા હેઠળ હોટલ શરૂ થયા બાદ લીકર શોપ્ની મંજુરી મેળવવામાં મહિનાઓ લાગી જાય છે. હોટલમાં આવતા પ્રવાસીઓને શરાબની સુવિધા આપી શકાતી નથી. રાજ્ય સરકારે થ્રી-સ્ટાર કે તેથી નીચેની કેટેગરીની હોટલોને પણ કેસ-ટુ-કેસના ધોરણે લીકર શોપ્ની મંજુરી આપવાનું નક્કી કર્યું જ છે. ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેવા કચ્છ તથા ટેન્ટ સીટી ધરાવતા પર્યટન સ્થળોએ પણ દારૂબંધીના નિયમો હળવા કરવાની દરખાસ્ત છે.
રાજ્ય વિધાનસભામાં ગત ફેબ્રુઆરીમાં શરાબની પરમીટનો મુદ્ો ઉપસ્થિત થયો હતો. સરકારે એવો જવાબ આપ્યો હતો કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં દારૂની પરમીટ માંગતી અરજીમાં 227 ટકાની વૃધ્ધિ થઇ હતી. 21 જાન્યુઆરી-2024થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન દારૂની પરમીટ માટે નવી રાર અરજી થઇ હતી જે સંખ્યા 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન 956 થઇ હતી.
વિધાનસભામાં એમ પણ કહેવાયું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગરની 32 હોટલોને લીકર શોપ્ની મંજુરી આપવામાં આવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરમાં લીકર શોપ ધરાવતી હોટલોમાં દારૂના વેચાણ પર રાજ્ય સરકારને 116.39 કરોડની આવક થઇ હતી.

રિલેટેડ ન્યૂઝ