નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિના અમલીકરણ અંગે નિર્ણય
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ 1 થી 8 ના પરિણામપત્રકના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે અને તે આધારે જ નવું પરિણામપત્રક તૈયાર કરીને આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ નવી પ્રણાલીને અમલમાં મૂકવા માટેની તમામ જરૂૂરી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ નવો નિર્ણય વિદ્યાર્થીઓ પરથી પરીક્ષા અને પરિણામનું માનસિક દબાણ ઘટાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવી રહ્યો હોવાનું મનાય છે. આવનારા દિવસોમાં આ અંગે અનેકવિધ પગલાંઓ લેવામાં આવશે. નેશનલ એજ્યુકેશન પોલીસીને લઈને એક નહીં અનેકવિધ પ્રશ્ર્નો ભૂતકાળમાં પણ થયા હતા પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે હેતુસર નેશનલ એજ્યુકેશન પોલીસી આમલી બનાવવામાં આવી હતી. હાલ પાસ-નાપાસ ના મુદ્દે ઘણા ખરા પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે શૈક્ષણિક વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત હવે ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ ન કરવા માટેનો નિર્ણય લેવામાં આવે તેવી હાલ સંભાવના વ્યક્ત કરાઈ છે અગાઉ પણ આડકતરી રીતે ધોરણ એક થી નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ન હતા. અગાઉ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અનેકવિધ પ્રશ્ર્નો ઊભા થયા હતા અને ખરા અર્થમાં તે યોગ્ય છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી પરંતુ સરકારના પ્રેશરના પગલે હાથ રાષ્ટ્રિય શિક્ષણનીતિની અમલવારી શરૂૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાર વગરના ભણતરને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તે દિશામાં જ હાલ જરૂૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂૂપે જ આવનારા દિવસોમાં ધોરણ એક થી નવમાં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ તે જ થઈ છે.
