સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડો સક્રિય થયેલ વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો : હજુ 63 તાલુકામાં વાવણી બાકી

અમુક વિસ્તારોમાં અનરાધાર મેઘસવારી તો કેટલાક વિસ્તારો કોરા ધાકોડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડા સક્રિય થયેલા વરસાદનો પ્રથમ રાઉન્ડ આજે પુરો થયો હોય તેમ મેઘરાજાએ વિરામ લીધો છે. અમુક વિસ્તારમાં અનરાધાર મેઘસવારી આવી પહોંચી છે તો અને તાલુકામાં વાવણી લાયક વરસાદની રાહ જોવાય છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા સક્રિય થયેલા ચોમાસાએ સુરત, નવસારી, વલસાડ, વાપી, અમરેલી, સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓને ધમરોળી નાખ્યા બાદ વરસાદનો પ્રથમ રાઉન્ડ પુરો થયો હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 60 તાલુકામાં માત્ર હળવો વરસાદ પડ્યો છે. માત્ર નાનાપોંઢા અને કપરાડામાં એક ઇંચથી વધુ વરસાર નોંધાયો છે. જયારે આજે સવારથી સમ્રગ ગુજરાતમાં વરાપ નીકળી છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સરેરાશ 24.63 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ કચ્છમાં 9 માંથી 8 તાલુકામાં હજૂ વાવણી લાયક વરસાદ પણ પડ્યો નથી. સમગ્ર ગુજરાતના 267 તાલુકામાંથી 63 તાલુકામાં પ્રથમ રાઉન્ડમાં હજુ વાવણી લાયક એટલે કે, પુરો ત્રણ ઇંચ વરસાદ પણ પડ્યો નથી. સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકા વાવણી જોગ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. પરંતુ બાકીના જિલ્લામાં ખંડિત વર્ષા જોવા મળી છે. આ સિવાય નોર્થ ગુજરાતમાં પાટણ જિલ્લાના સાંતલપુર, બનાસકાંઠા જિલ્લાના 10માંથી 8, વાવ-થરાદ જિલ્લાના 8 માંથી 6, મહેસાણા જિલ્લાના 10 માંથી 4, સાબરકાંઠા જિલ્લાના 8માંથી 4, અમદાવાદ જિલ્લાના પણ 10 માંથી ાવળા, દસકોઇ, ધોલેરા, ધોળકા સહિત 4, ખેડા જિલ્લાના 11માંથી ઠાસરા અને મહેમદાબાદ મળી બે, આણંદ જિલ્લાના 8 માંથી બે, સુરેન્દ્રનગર જિલ્લાના 10માંથી ધ્રાંગધ્રા અને થાનગઢ, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાંથી જસદણ, પડધરી અને વિંછીયા, મોરબી જિલ્લાના પાંચમાંથી માળીયા મીયાણાને બાદ કરતા 4 તાલુકામાં હજૂ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. આ ઉપરાતં જામનગર જિલ્લાના જામજોધપુર સિવાયના 6 માંથી 5 તાલુકામાં પણ હજૂ પુરો ત્રણ ઇંચ વરસાદ પડ્યો નથી. દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા પ્રથમ રાઉન્ડમાં કોરાધાકોડ જ રહી ગયા છે. પોરબંદર જિલ્લાના પણ ત્રણ તાલુકામાંથી માત્ર કુતિયાણામાં વાવણી થઇ છે. જયારે બે તાલુકા બાકી રહી ગયા છે. સાઉથ ગુજરાતમાં વરસાદનું ચિત્ર ખુબ સારુ છે. છતાં ભરૂચ જિલ્લાના 9 માંથી આમોદ અને જંબુસરમાં હજૂ વાવણી બાકી છે. નર્મદા જિલ્લો આખો તરબતર થઇ ગયો છે. તાપી જિલ્લામાં પણ ખુબ સારો વરસાદ પડ્યો છે. પરંતુ 8માંથી એક નિઝર તાલુકામાં વાવણી થાય તેવા વરસાદની રાહ છે. જયારે બાજુના સુરત જિલ્લાના તમામ 12 તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે અને સરેરાશ 44 ટકા વરસાદ પડી ગયો છે. આજ રીતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના તમામ તાલુકા પણ વરસાદથી તરબતર થઇ ગયા છે.

મેઘરાજાની પ્રથમ ધમાકેદાર બેટીંગમાં પાંચ ડેમ છલકાયા, 109 ડેમોમાં 25 ટકાથી ઓછુ પાણી
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. 7,522 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે. રાજ્યના 206 ડેમમાંથી 5 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે 109 ડેમમાં 25%થી ઓછો જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમ 64% ભરાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. શનિવારથી શરૂૂ થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી હતી અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ભારે વરસાદ છતાં રાજ્યના હજુ ઘણાં વિસ્તારો કોરા હોવાથી અડધાથી વધુ ડેમો ખાલી જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. રાજ્યના કુલ 206 ડેમો પૈકી 5 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયા છે. પાણીની વિપુલ આવકને પગલે સુરક્ષાના ભાગરૂૂપે 11 ડેમોને ’હાઈ ઍલર્ટ’ પર, 4 ડેમોને ’એલર્ટ’ પર અને અન્ય 7 ડેમોને ’વોર્નિંગ’ કેટેગરીમાં રાખી નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા છે. 17 ડેમોમાં 70% થી 100% પાણીનો જથ્થો છે, 21 ડેમોમાં 50% થી 70% અને 54 ડેમોમાં 25% થી 50% પાણી ઉપલબ્ધ છે. રાજ્યના 109 ડેમો એવા છે જેમાં હજુ પણ 25% કરતા ઓછો જળસંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,17,088 ખઈઋઝ પાણીના સંગ્રહ સાથે ડેમ 64% જેટલો ભરાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં હાલ 2,23,233 ખઈઋઝ પાણી ઉપલબ્ધ છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 40.01% જેટલો જ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24% વરસાદ નોંધાયો છે.

રિલેટેડ ન્યૂઝ