કુંઢેલી : તળાજા તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (M.P.H.W. ) યુનિયનની એક અગત્યની બેઠક તાજેતરમાં યોજાઈ હતી.જેમાં સર્વાનુમતે સંગઠનને મજબૂત કરવા અને આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા માટે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં તળાજા તાલુકાના કેરાળા ગામના વતની સેવાભાવી, સરળ સ્વભાવ અને કર્મનિષ્ઠ આરોગ્ય કર્મચારી વિપુલસિંહ ભુપતભાઈ પરમારની તળાજા તાલુકા ખ.ઙ.ઇં.ઠ. યુનિયનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ વિપુલસિંહ પરમારે જણાવ્યું હતું કે, “યુનિયને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌનો આભારી છું.આગામી સમયમાં તમામ હેલ્થ વર્કરોના હિત અને અધિકારો માટે હું અને મારી ટીમ હંમેશા અગ્રેસર રહીશું.” વિપુલસિંહ બી.પરમારની પ્રમુખ તરીકેની વરણી થતા જ સાથી કર્મચારીઓ, મિત્ર વર્તુળ અને કેરાળા ગામના આગેવાનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. (તસેવીર : હરેશ જોષી)
રિલેટેડ ન્યૂઝ
-
ભાણવડના હાથલામાં બનેલા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
બ્રહ્મ આગેવાને વતનનું ઋણ ચુકવ્યું ભાણવડ તાલુકાના ભાગવાન શનિદેવ મહારાજના જન્મ સ્થળ એવા હાથલા ગામે દાતાના... -
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી
રવિવારે અન્ય કોઈ ઉમેદવારના ફોર્મ ભરાયા નહીં: કારોબારી ચેરમેન, દંડક સહિતના હોદ્ાઓ પર બિનહરીફ વરણી દેવભૂમિ... -
કોળી શક્તિ યુવક મંડળ દ્વારા અમરેલીમાં કોળી સમાજના 44માં સમુહલગ્ન યોજાયા
14 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા અમરેલી ખાતે કોળી શકિત યુવક મંડળ અમરેલી દ્વારા 44 મા સમસ્ત...
