ઉપરવાસમાં ભારે વરસાદના કારણે… અમરેલીના ઠેબી સિંચાઈ યોજનામાં નવા નીરની આવક થતા 6 દરવાજા ખોલાયા


અમરેલી, પ્રતાપરા, ફતેપુર અને ચાંપાથળ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

અમરેલી પાસે ઠેબી નદી પર આવેલી ઠેબી સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઠેબી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતા જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે આજે તા. 7 ના રોજ સવારે 2:30 કલાકે યોજનાના 6 દરવાજા 0.9 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નીચવાસના વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે નદીના પટ તેમજ કાંઠા વિસ્તાર પાસે અવરજવર ન કરવા અને જરૂરી સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે. ઠેબી ડેમમાંથી પાણી છોડવામાં આવતાં અમરેલી તાલુકાના અમરેલી, પ્રતાપરા, ફતેપુર અને ચાંપાથળ ગામોને અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે ગ્રામજનોને સચેત રહેવા તેમજ કોઈપણ પ્રકારની જોખમી સ્થિતિથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ