બાબરા નજીક જામબરવાળા પાસે બનેલ કોઝ-વે પર લોકોની સમસ્યા યથાવત

પુલને યોગ્ય ઊંચાઈ આપવા ગાંધીનગર સુધી રજૂઆત

બાબરા અને લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર જામબરવાળા અને હીરાણા ને જોડતા રસ્તા ઉપર પસાર થતા વરસાદી વોકળા નદી ઉપર તાજેતર માં બનેલો ઓવર હેડ ક્રોઝ્વે પુલ ઉપર થી વરસાદી પાણી પસાર થતા રસ્તા કલાકો સુધી બંધ રહેલા પામેલા હતા તાલુકા કોંગ્રેસ આગેવાન મુકેશભાઈ ભાલીયા ના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તાર ના બે તાલુકા ને જોડતા રસ્તા ઉપર વર્ષો થી વરસાદી પાણી વહેતા રસ્તા વ્યવહાર બંધ થવા પામતો હતો જેના કારણે તંત્ર દ્વારા આ રસ્તા ઉપર ચાલુ વર્ષે ઓવર હેડ ક્રોઝ્વે બનાવ્યો હતો જેથી રાહદારી ની સુવિધા માં વધારો થાય પરંતુ ધર્મ કરતા ધાડ પડી તેવી કહેવત મુજબ લાખો ના સરકારી ખર્ચ બાદ પણ પ્રથમ વરસાદ માં પુર નું પાણી ભય સૂચક રીતે પુલ ઉપર પસાર થવા લગતા વાહન વ્યવહાર ખોરવાયો હતો સ્થળ પરિસ્થિતિ તપસ્યા વગર અને અણઘડ રીતે બનાવેલા ક્રોઝ્વે પુલ થી રાહદારી ને ફાયદો થવા ના બદલે પરિસ્થિતિ માં કોઈ સુધારો દેખાયો નથી અને આ પુલ ને યોગ્ય ઉચાઇ વાળો બનાવવા રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર દ્વારા જાણ કરી છે.

રિલેટેડ ન્યૂઝ