સૌરાષ્ટ્ર યુનિ.માં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોનો મેળાવડો: રસાયણ પરિસંવાદનો પ્રારંભ

પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.અનિલ કાકોડકર દ્વારા પરમાણું ઉર્જા અંગે માર્ગદર્શન અપાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ તથા ચિરંતન રસાયણ સંસ્થ રાજકોટ, 8 (ઈછજ)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય ‘છઅજઅઢઅગ-23* ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ જુળાજ્ઞતશીળનો સૌરા યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પરિસંવાદની આ વર્ષની થીમ ‘જભશયક્ષભય ઇયુજ્ઞક્ષમ ઇજ્ઞીક્ષમફિુ: ઈંક્ષદયક્ષશિંજ્ઞક્ષ, ઉશતભજ્ઞદયિુ, ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષ ફક્ષમ જજ્ઞભશયિું‘ રાખવામાં આવી હતી. મુખ્ય અતિથિ ડો. અનિલ કાકોડકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જાણીને મને અત્યંત આનંદ થયો છે.” તેમણે સમગ્ર આયોજન સમિતિને અભિનંદન પાઠવતાં પરિસંવાદની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતની ઊર્જા આત્મનિર્ભરતા માટે થોરિયમ આધારિત પરમાણુ ઊર્જા કાર્યક્રમા અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત પાસે ઉપલબ્ધ થોરિયમના વિશાળ ભંડારને ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ભારત વિશ્ર્વમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ દેશના વિકાસનું સ્તર તેના દ્વારા પરમાણુ ઊર્જાના અસરકારક ઉપયોગ અને વિકાસા પર પણ નિર્ભર રહે છે. તેમણે યુવા સંશોધકોને ખુલ્લા મનથી વિચારવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની તથા સમસ્યાઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવાની પ્રેરણા આપી હતી. ઉદ્ધઘાટન સમારોહની શરૂૂઆત અતિથિઓના સ્વાગત ઉદ્યોધન બાદ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક ડો. અનિલ કાકોડકર, પ્રો. બ્રજ ગોપાલ બાગ, પ્રો. સી.વી. યેલામગડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોષી કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા તથા રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ઉમેદ સી. ભોયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. સી. વી. થેલામગડે મહાનુભાવોનું સ્વાગત કરી પરિસંવાદના ઉદ્દેશ્ર્યો તથા વૈજ્ઞાનિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ આજીવન સિદ્ધિ પુરસ્કાર વિજેતા ડો. અનિલ કાકોડકરનું પુષ્પગુચ્છ અર્ષણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ચિરંતન રસાયણ સંસ્થાનો પરિચય અને પરિસંવાદ અંગેના સામાન્ય ઉદ્બોધન દરમિયાન પ્રો. બ્રજ ગોપાલ બાગે જણાવ્યું હતું કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ વિશ્ર્વભરના વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવી વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.અતિથિવિશેષ ડો. અનિલ કાકોડકરે પોતાના ઉદ્બોધનમાં વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ