સૌરાષ્ટ્ર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ઢોલરીયાના આજે જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી

સૌરાષ્ટ્ર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શિક્ષક સેલના પૂર્વ સંયોજક તેમજ રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ (ત્રબા)ના ચેરમેન ભરતભાઈ મૂળજીભાઈ ઢોલરીયાનો જન્મદિવસ તારીખ 09 જુલાઈના રોજ ખૂબ જ હર્ષ, ઉમંગ અને આનંદ સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવશે.
સૌમ્ય, મૃદુભાષી અને લોકહિતમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભરતભાઈ છેલ્લા બે દાયકાથી શિક્ષણ, સંગઠન અને સામાજિક ક્ષેત્રે અવિરત યોગદાન આપી રહ્યા છે. તેઓ શૈક્ષણિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવા અને રાધિકા સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓના સર્વાંગી તેમજ બહુમુખી વિકાસ માટે સતત કાર્યરત રહ્યા છે.
રાજકીય અને સંગઠન ક્ષેત્રે પણ તેઓ દીર્ઘકાલીન સેવાઓ આપી ચૂક્યા છે, જેમાં ભાજપ શિક્ષક સેલના પૂર્વ સંયોજક, રાજકોટ શહેર ભાજપના પૂર્વ સહ-સંયોજક તેમજ વર્ષ 2004થી ભાજપ વોર્ડ નં. 14 ના યુવા પ્રમુખ તરીકે પક્ષની વિચારધારાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પોતાના સરળ અને સેવાભાવી સ્વભાવને કારણે લોકપ્રિય એવા ભરતભાઈને તેમના આ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાના સભ્યો. મિત્રો અને સ્નેહીજનો રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી દીર્ઘાયુની મંગલમય કામના અને હાર્દિક શુભેચ્છા (મોબાઈલ નંબર 98252 66032) પાઠવાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ