ઉનાના સૈયદ રાજપરા બંદરે ઙજઈં કક્ષાનું પોલીસ સ્ટેશન મંજુર થતાં ખુશીની લહેર

25 હજારની વસ્તી, 1000 જેટલી બોટો અને 200 જેટલા માછલીના દંગાઓ ધરાવતા દરિયાકાંઠાના ગામમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ર્ન હલ થશે

સરપંચ ભરતકુમાર કામળીયા દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને રજૂઆત કરી હતી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા સૈયદ રાજપરા બંદર ખાતે આઉટ પોસ્ટ પોલીસની જગ્યાએ અપગ્રેડ કરીને પી.એસ.આઈ. કક્ષાનું સંપૂર્ણ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવે તેવી માંગ સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના સરપંચ ભરતકુમાર વાઘજીભાઈ કામળીયાએ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહ વિભાગને લેખિત કરી હતી સૈયદ રાજપરા બંદર સાથે આસપાસનાં છ ગામોના લોકો માછીમારી સહિત વિવિધ નાના-મોટા વ્યવસાય માટે જોડાયેલા છે. ગામની અંદાજિત વસ્તી 15 હજાર જેટલી છે,જ્યારે ધંધા-રોજગાર માટે બહાર થી આવીને વસેલા લોકોનો સમાવેશ કરવામાં આવે તો કુલ વસ્તી આશરે 25 હજાર સુધી પહોંચે છે. સૈયદ રાજપરા બંદર દરિયાકાંઠે આવેલું ઉના તાલુકાનું છેવાડાનું ગામ છે. અહીં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની હદ પણ આવેલી છે. આ ઉપરાંત, દરિયાઈ સરહદની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં આ વિસ્તાર નુંસુરક્ષાનીદૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ હોવાથી પોલીસ સ્ટેશન ની અતિશય જરુરીયાત ઉભી થઇ હતી સૈયદ રાજપરા બંદર ખાતે માછીમારીનો મોટાપાયે વ્યવસાય થાય છે. અહીં આશરે 1000 જેટલી માછીમારીની બોટો અને 200 જેટલા નાના-મોટા માછલીના દંગા ઓ કાર્યરત હોવાનું સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે. આ ઉપરાંત સોના-ચાંદીના વેપારીઓ સહિત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ અહીં વસવાટ કરે છે. તમામ ધર્મના લોકો વસવાટ કરતા આ વિસ્તારમાંઅન્ય ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે આવતા હોવાથી દૈનિક અવરજવર રહે છે.
આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સ્થાનિક કક્ષાએ પૂરતી પોલીસ વ્યવસ્થા હોવી જરૂરી હોવાની રજૂઆત ને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય ગૃહ વિભાગે ઉના તાલુકાના સૈયદ રાજપરા અને ચિખલી ગામે બે નવા મરીન વિસ્તાર મા પોલીસ સ્ટેશન મંજુર કરી પી એસ આઈ કક્ષા ની પોસ્ટ મંજુર કરતા લોકો માં આનંદ ની લાગણી ફેલાઈ છે સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને લગતી સમસ્યાઓના કારણે આ વિસ્તારનું પોલીસ સ્ટેશન નવાબંદર ખાતે આશરે 35 કિલોમીટર દૂર આવેલુંહોવા થી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો .સૈયદ રાજપરા બંદર ખાતે હાલની પોલીસ આઉટ પોસ્ટને અપગ્રેડ કરીને પીએસઆઇ કક્ષાનું સંપૂર્ણ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે નવા પોલીસ સ્ટેશનના નિર્માણ સાથે જરૂરી પોલીસ સ્ટાફ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહેશે.

રિલેટેડ ન્યૂઝ