વાંકાનેરમાં રહેતા મૂળ ગાંધીધામના આરોપીને વાવડી રોડ પરથી ઝડપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપ્યો
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી મોરબી એસઓજી પોલીસ ટીમના હાથે ઝડપાયો છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે વાવડી રોડ પર કેજીએન સોસાયટી પાછળ ઝૂંપડા પાસેથી મૂળ ગાંધીધામના અને હાલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા ઇસમને ઝડપી પાડ્યો હતો.
મોરબી એસઓજી પીઆઇના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટની કલમ મુજબના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી રતનભાઈ મૂળજીભાઈ ચુણા ઉવ.59 હાલ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ રહે. ગણેશનગર સેક્ટર-7 પ્લોટ નં.87 ગાંધીધામ વાળો હોવાની માહિતી મળી હતી. ત્યારે બાતમીના આધારે જઘૠ ટીમે વાવડી રોડ પર ઊંૠગ સોસાયટી પાછળ ઝૂંપડા પાસે વોચ ગોઠવી આરોપી રતનભાઈ ચુણાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
