40 મહિના સુધી 1000 ઉઘરાવી પાકતી મુદતે અડધો લાખ આપવાનું વચન આપ્યું
રોકાણ ઉપર વ્યાજ, બાઈકની લાલચ આપી રફુ ચક્કર થયેલા ગઠિયાની અમદાવાદથી ધરપકડ
વિરપુરમાં ‘જય જલારામ માર્કેટીંગ’, ‘જલારામ બચત સહકારી મંડળી’ અને ‘ઉં.ઊં. ખખ ઈજ્ઞિં ઈજ્ઞક્ષતીહફિંક્ષભુ’ના નામે સ્કીમો ચલાવી રોકાણકારોને પાકતી મુદતે રકમ પરત ન આપી હોવાનો આક્ષેપ; વિરપુર પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. યાત્રાધામ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ લોભામણી બચત તથા ઈનામી યોજનાઓ ચલાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી પાકતી મુદતે પરત નહીં આપવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વિરપુર પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ વિવિધ સ્કીમોના નામે રોકાણકારોને વધુ રકમ, વ્યાજ તેમજ મોટરસાઇકલ આપવાની લાલચ આપી અંદાજે રૂ.99,29,550/-ની માતબર રકમ એકત્ર કરી હતી.
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ), રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (ઈંઙજ) તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ દ્વારા અલગ-અલગ લોભામણી સ્કીમો મારફતે લોકો પાસેથી નાણાં મેળવી પરત નહીં આપતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ‘જય જલારામ માર્કેટીંગ’ના નામે ઈનામી યોજનાની સ્કીમ ચલાવી હતી. જેમાં રોકાણકારો પાસેથી દર મહિને રૂ.1,000 મુજબ 40 મહિના સુધી કુલ રૂ.40,000 ભરાવવામાં આવતા અને પાકતી મુદતે રૂ.50,000 અથવા તેના બદલે મોટરસાઇકલ આપવાની લાલચ આપવામાં આવતી હતી.
આ ઉપરાંત ‘જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ’ના નામે દૈનિક બચત યોજનાઓ ચલાવી રોજના રૂ.100, રૂ.200 તથા રૂ.500 જમા કરાવવાની અને તેના બદલામાં 6 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનો પણ ગુનામાં ઉલ્લેખ છે.
તે જ રીતે ‘ઉં.ઊં. ખખ ઈજ્ઞિં ઈજ્ઞક્ષતીહફિંક્ષભુ ઙદિ.ં કમિં.’ના નામે પણ દર મહિને રૂ.1,000 ભરાવી 40 મહિના બાદ રૂ.50,000 અથવા મોટરસાઇકલ આપવાની લોભામણી ડ્રો સ્કીમ ચલાવવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ વિવિધ બચત યોજનાઓ તથા ઈનામી ડ્રો સ્કીમોના નામે રોકાણકારોને વધુ વળતર અને મોટરસાઇકલની લાલચ આપી તેમની પાસેથી રકમ એકત્ર કરવામાં આવી હતી. ત્યારબાદ પાકતી મુદતે રોકાણકારોને રકમ પરત નહીં આપી નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે વિરપુર પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 409, 420, 114, ઙશિુય ઈવશતિં ફક્ષમ ખજ્ઞક્ષયુ ઈશભિીહફશિંજ્ઞક્ષ જભવયળયત (ઇફક્ષક્ષશક્ષલ) અભિ,ં 1978ની કલમ 3, 4, 5 તથા ૠઙઈંઉ અભનિીં કલમ 3 હેઠળ ગુનો નોંધાયો હતો.
ગુનાની તપાસ દરમિયાન વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ તથા તેમની ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતી. દરમિયાન મળેલી હકીકતના આધારે પોલીસે કાર્યવાહી કરી રાજુભાઈ ભલુભાઈ ઉર્ફે લાલભાઈ મેવાડા, રહે. અમદાવાદને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ વડોદરા ઈઈંઉ ક્રાઇમ, અમદાવાદ ઈઈંઉ ક્રાઇમ, સુરેન્દ્રનગર સિટી-બી ડિવિઝન,ઈડર પોલીસ સ્ટેશન તથા રાજકોટ ઈઈંઉ ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, કાવતરું, બનાવટી દસ્તાવેજો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
વિરપુર પોલીસની કામગીરી
આ કામગીરીમાં ઙઈં એસ.જી. રાઠોડ, ઞઇંઈ અરવિંદભાઈ નાથાભાઈ, નેહાબેન નરેશભાઈ, ઞઇંઈ વિપુલભાઈ ધીરુભાઈ, ઞઇંઈ ગીરીરાજભાઈ અશોકભાઈ, અઇંઈ રામજીભાઈ મનસુખભાઈ તથા અઙઈ અશોકભાઈ રાયાભાઈ જોડાયા હતા.
પોલીસની જાહેર જનતાને અપીલ
વિરપુર પોલીસના પીઆઈ એસ.જી.રાઠોડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વધુ વળતર, ઊંચા વ્યાજ, ઈનામી ડ્રો, મોટરસાઇકલ અથવા અન્ય કોઈ લોભામણી સ્કીમની લાલચમાં આવીને રોકાણ ન કરવું. આવી કોઈ શંકાસ્પદ સ્કીમ અંગે માહિતી મળે તો વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનનો મો.63596 29375 પર સંપર્ક કરવા જણાવાયું છે.
