કર્મયોગી કોલેજ ગડુ BKNMU આંતર કોલેજ વોલીબોલમાં ચેમ્પિયન

માળિયા હાટીના તાલુકાના ગડુ સ્થિત કર્મયોગી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ટીમે ઇઊંગખઞ, જુનાગઢ દ્વારા આયોજિત આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા (ભાઈઓ)માં શાનદાર રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ હાંસલ કરી કોલેજ તથા સમગ્ર ગડુ-શેરબાગ પંથકનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધા દરમિયાન કર્મયોગી કોલેજની ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને કોલેજના વિદ્યાર્થી ખીમાભાઈ ચાવડાએ સ્મેશર તરીકે નોંધપાત્ર રમત દાખવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ટીમના કોચ ધર્મેશભાઈ વંશ તેમજ સપોર્ટર મયુરભાઈ અને જયેશભાઈના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સતત મહેનત અને પ્રેક્ટિસ કરી હતી, જેના પરિણામે ટીમે આ સિદ્ધિ મેળવી હતી. કોલેજની ટીમની આ શાનદાર સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ અરજણભાઈ ચારિયા, પરાગભાઈ, દિવ્યાબેન તથા કેમ્પસ ડાયરેક્ટર ગોવિંદભાઈ ચારિયાએ ખેલાડીઓ, કોચ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ