આદિત્યાણા કુમાર અને ક્ધયા શાળા બહાર સ્પીડબ્રેકર બનાવવા ઉઠી માંગ

વિદ્યાર્થીઓની સલામતી માટે રાણાવાવ-આદિત્યાણા નગરપાલિકાના સભ્યોએ ચીફ ઓફિસરને કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજુઆત

રાણાવાવ-આદિત્યાણા નગરપાલિકાના સભ્યએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને આદિત્યાણા સ્થિત પે. સેન્ટર કુમાર શાળા અને ક્ધયા શાળાના મુખ્ય પ્રવેશદ્વાર બહાર તાત્કાલિક સ્પીડબ્રેકર બનાવવાની માંગ કરી છે.બંને શાળાઓમાં આશરે 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને નજીકમાં નગરપાલિકા કચેરી, પૌરાણિક શિવ મંદિર, ગૌશાળા તથા પોસ્ટ ઓફિસ હોવાથી વાહનોની સતત અવરજવર રહે છે.વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાના બંને તરફ જાહેર માર્ગ પર સ્પીડબ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી છે.
રાણાવાવ-આદિત્યાણા નગરપાલિકાના સદસ્ય માલદેભાઈ પરબતભાઈ મોઢવાડિયા તથા મેઘજીભાઈ ખીમજીભાઈ મકવાણાએ રાણાવાવ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,આદિત્યાણા ગામમાં આવેલ પે.સેન્ટર કુમાર શાળા તેમજ ક્ધયા શાળામાં આશરે 700 થી વધુ બાળકો અભ્યાસ કરે છે,તેમજ શાળાની બાજુમાં નગરપાલિકાની ઓફીસ તેમજ પૌરાણિક શિવ મંદિર ગૌશાળા અને પોસ્ટ ઓફીસ આવેલ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની સતત અવર-જવર રહેતી હોઈ છે બન્ને શાળાઓની બહારના જાહેર રસ્તા ઉપર શાળાના મુખ્ય પ્રવેશદ્વાર સામે પુર્વ દિશા બાજુ એક અથવા તો બે અને પશ્ચિમ દિશા બાજુ પણ તેજ મૂજબ તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ