લોઠડામાં પાણી ભરેલા ખાડામાં છબછબિયાં કરતા બાળક અને બાળકીનું ડૂબી જતા મોત

બીજા બાળકોને ખાડા પાસે રમતા જોઈ ગયા અને મોત મળ્યું : એમપીના બંને પરિવારમાં શોક
રાજકોટના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત નીપજતાં તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે આજી ડેમ પાલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ચોમાસામાં છાશવારે નદી, નાળા, તળાવ વગેરેમાં ડૂબી જવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે. લોઠડા ગામે રહેતા મૂળ એમપીના ચંદ્રરોશન ગૌતમનો પુત્ર હિતેષ ઉ.5 અને ઓમકાર નિશાદની પુત્રી મનિષા ઉ.5 ગઈકાલે ઘર પાસે રમતા હતા ત્યારે નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા ત્રણ બાળકો રમતા હોય તે બાળકોને જોઈને બંને ત્યાં ગયા હતા. નજીકમાં જ પાણી ભરેલો ઊંડો ખાડો હતો. જેમાં બંને છબછબીયા કરવા જતાં ડૂબી ગયા હતા. પાડોશમાં રહેતી એક બાળકીએ આ દ્રશ્ય જોતાં બંનેના પરિવારજનોને જઈ જાણ કરતાં તમામ સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે બંનેને ખાડાંમાંથી બહાર કાઢી તત્કાળ 108માં સિવીલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવ્યો હતો ફૂલ જેવા બે બાળકોના મૃત્યુને પગલે બંનેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બંને બાળકો બીજા જે બાળકોને જોઈ પાણી ભરેલા ખાડાં નજીક ગયા હતા તે બાળકો ત્યાંથી નીકળી ગયા બાદ આ દૂર્ઘટના બની હતી.

રિલેટેડ ન્યૂઝ