કેટલીક દવાઓ-તબીબી સાધનો મોકલવા પણ ઇરાનની માગ
ઈરાને ફેબ્રુઆરીમાં જપ્ત કરવામાં આવેલા તેના ત્રણ ટેન્કર છોડવાની માગ ભારત પાસે કરી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દૃરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.રિપોર્ટ મુજબ, ઈરાને ભારત પાસે કેટલીક દૃવાઓ અને મેડિકલ ઉપકરણોની સપ્લાયની માગ પણ કરી છે. આ મુદ્દા પર ઈરાનના રાજદૃૂતે સોમવારે નવી દિૃલ્હીમાં વિદૃેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી.ભારતે ફેબ્રુઆરીમાં એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા, અને સ્ટેલર રૂબી નામના ત્રણ ટેક્ધર જપ્ત કર્યા હતા. આરોપ છે કે આ જહાજોએ પોતાની ઓળખ છુપાવી હતી અને સમુદ્રમાં ગેરકાયદૃેસર રીતે ’શિપ-ટૂ-શિપ ટ્રાન્સફર’માં ભાગ લીધો હતો. હાલમાં આ ટેક્ધરો મુંબઈ પાસે લંગર નાખેલા છે.
ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પસાર થવું અત્યંત મહત્વનું છે, કારણ કે દૃેશની આશરે ૯૦% ન્ઁય્ આયાત ગલ્ફ ક્ષેત્રમાંથી થાય છે. ફારસની ખાડીમાં હાલમાં ૨૨ ભારતીય જહાજો અને ૬૧૧ ભારતીય નાવિકો હાજર છે, જેની સુરક્ષા અને અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ન્ઁય્ કેરિયર જહાજ ’શિવાલિક’ કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે ૫ વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું.
