ભારતમાં ઉર્જા સપ્લાય ઓછી નહીં થવા દઇએ: રશિયા

ઓઇલ સંકટ વચ્ચે મિત્ર દૃેશ મદૃદૃે આવ્યો

રશિયા ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો સતત પુરવઠો આપે છે

દૃેશમાં ઈંધણ સંકટની ચર્ચાઓ વચ્ચે ભારતને તેના મિત્ર દૃેશ રશિયાની તરફથી મજબૂત આશ્ર્વાસન મળ્યું છે. રશિયાના વિદૃેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું છે કે ઊર્જા પુરવઠા સંબંધિત તમામ સમજૂતીઓ દૃરેક પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના હિતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.
દિૃલ્હી મુલાકાત દૃરમિયાન લાવરોવે ભારત-રશિયા સંબંધોને અત્યંત મજબૂત ગણાવ્યા અને કહૃાું કે બંને દૃેશોની મિત્રતા ખાસ પ્રકારની છે. તેમના જણાવ્યા મુજબ, એવી કોઈ પરિસ્થિતિ નથી જેમાં બંને દૃેશોના માર્ગ અલગ થઈ શકે. તેમણે ઉમેર્યું કે રશિયા ભારત પ્રત્યેની પોતાની ઊર્જા પુરવઠાની જવાબદૃારીઓ હંમેશા નિભાવે છે.
રશિયન વિદૃેશ મંત્રીએ કહૃાું કે રશિયા ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો સતત પુરવઠો આપે છે અને ભવિષ્યમાં આ સહયોગ વધુ મજબૂત બનશે. તેમણે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું, હું ખાતરી આપી શકું છું કે રશિયાથી થતી સપ્લાયમાં ભારતના હિતોને કોઈ નુકસાન નહીં થાય.

રિલેટેડ ન્યૂઝ