ઇટાલીના વડાપ્રધાન મેલોનીની અવાજના ટ્રેડમાર્ક માટે અરજી : વિશ્ર્વના પ્રથમ નેતા

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના અવાજનો ખોટી રીતે ઉપયોગ થતો અટકાવવા માટે તેને ટ્રેડમાર્ક કરાવવા અરજી કરી છે. તેમનું આ પગલું AI ડીપફેકના ખતરાથી બચવા માટે છે. મેલોનીએ યુરોપિયન યુનિયનના બૌદ્ધિક સંપદા કાર્યાલયમાં આ અરજી કરી છે. અરજી સાથે મેલોનીએ આશરે 4 સેક્ધડનું એક ઑડિયો રેકોર્ડિંગ પણ જમા કરાવ્યું છે. તેમાં તેઓ ઇટાલિયન ભાષામાં બે વાર કહે છે-લો સોનો જ્યોર્જિયા એટલે કે હું જ્યોર્જિયા મેલોની છું. મેલોનીની 2021માં પ્રકાશિત થયેલી આત્મકથાનું નામ પણ લો સોનો જ્યોર્જિયા હતું. આ વાક્ય તેમના રાજકીય પ્રચાર સાથે પણ જોડાયેલું છે. મેલોની પોતાના અવાજને ટ્રેડમાર્ક કરાવનારા પ્રથમ વિશ્ર્વ નેતા છે.

રિલેટેડ ન્યૂઝ