હોર્મુઝમાં વધુ એક જહાજ પર ડ્રોન હુમલો:બ્ો ભારતીય ક્રુ મેમ્બર ગુમ

ભારતીય ક્રુ મેમ્બર ધરાવતા જહાજો પર ૩ દિૃવસમાં ૩ હુમલા

નવ ભારતીય ક્રુ મેમ્બરન્ો સ્થાનિક કોસ્ટગાર્ડે બચાવ્યા

એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ છે તે વચ્ચે પણ હુથી સમુદાય દ્વારા સાઉદી અરેબીયા પર હુમલા વચ્ચે હોર્મુઝમાં 11 ભારતીય ક્રુ મેમ્બર સાથે જઈ રહેલા એક વ્યાપારી જહાજ પર થયેલા હુમલામાં બે ભારતીયો ગુમ થયા છે અને અન્યને ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે. તા.11ના રોજ એમ.ટી. પેટ્રો ડોલ્ફીન કે જેમાં 11 ખલાસીઓ સામેલ હતા તેના પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે જે અફડાતફડી ફેલાઈ તેમાં નવ ખલાસીઓને બચાવવામાં સફળતા મળી છે પરંતુ બે ગુમ થયા છે જેને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. આ અંગે ભારત સરકારે પણ હોર્મુઝ ક્ષેત્રમાં ભારતીય દળને એલર્ટ કર્યુ છે. આ ડ્રોન હુમલા બાદ જહાજ પર આગ લાગી ગઈ હતી અને નિકારા ગુવાના ધ્વજ ધરાવતા આ જહાજના નવ ખલાસીઓને બચાવવામાં સફળતા મળી છે. અગાઉ હોર્મુઝમાં જ રવિવારે અન્ય એક જહાજ પર પણ હુમલો કર્યો હતો અને તેમાં પણ આગ લાગી હતી. પરંતુ તમામ ક્રુ મેમ્બરને બચાવવામાં સફળતા મળી હતી.

રિલેટેડ ન્યૂઝ