હેમંત બિશ્ર્વા સરમાના વિધાનો-વિડીયો પરની અરજી સમયે નિરિક્ષણ: ચુંટણી સમયે આવી અરજીઓ વધી જાય છે
નવી દિલ્હી: રાજકીય સહિતના વિવાદોમાં વારંવાર સુપ્રીમકોર્ટમાં દોડી જતા રાજકીય પક્ષો અને નેતાઓ પર એક આકરી ટીપ્પણી કરતા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુર્યકાંતે જણાવ્યું હતું કે ચુંટણીના એક ભાગ સુપ્રીમમાં પણ લડાય છે.
આસામના મુખ્ય હેમંત બિશ્ર્વા સરમાના એક વિવાદીત વિડીયો મુદે ભારતીય સામ્યવાદી પક્ષે સુપ્રીમમાં રીટ કરી છે. જેમાં આરોપ છે કે મુખ્યમંત્રીએ એક સમુદાય સામે વિવાદીત એકશન કર્યુ છે તથા ટીપ્પણી પણ કરી છે. સીનીયર ધારાશાસ્ત્રી નિજામ આશાએ આ મુદે સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માંગ કરી હતી. તેઓએ હેમંત બિશ્ર્વા સરમાના એક ભાષણના મુદે આ રીટ કરી છે. જેમાં મુખ્યમંત્રી ‘મીયાં’ શબ્દનો સતત ઉપયોગ કરે છે તો એક વિડીયોમાં તમો ચોકકસ સમુદાયના લોકોની તસ્વીર સામે બંદૂકથી નિશાન તાંકતા દેખાય છે. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે ચુંટણીના સમયે અદાલતમાં આવવાનું હવે સામાન્ય બની ગયું છે અને લાગે છે કે ચુંટણીનો એક ભાગ સુપ્રીમમાં પણ લડાય છે અને પછી તાત્કાલીક સુનાવણી માંગે છે. જો કે સુપ્રીમે કોઈ તાત્કાલીક આદેશ આપ્યા ન હતા.
