લોકસભા અને રાજયસભામાં આજે ફરી એક વખત સરકાર અને વિપક્ષ વચ્ચે ટકકર યથાવત રહી હતી અને એક વખતે હરદીપપુરી ઈત્તીફા દો ના નારા વિપક્ષના સાંસદોએ લગાવતા પાંચ મીનીટની ધમાલ બાદ લોકસભાની કાર્યવાહી સ્થગીત રખાયા બાદ પણ યતાવત સ્થિતિ બની રહેતા ગૃહ હવે તા.9 માર્ચ સુધી સ્થગીત કરી દેવામાં આવ્યું છે.
સંસદના બજેટ સત્ર બે તબકકામાં યોજાઈ રહ્યું છે જેમાં તા.28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી પ્રથમ તબકકો આજે પૂરો થયો છે અને બીજો તબકકો 23 દિવસ બાદ 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રીલ સુધી ચાલશે. બીજી તરફ ભાજપના સાંસદ નીષિકાંત દુબે ફરી એક વખત રાહુલ ગાંધી પર આરોપ મુકતા તેઓ સત્તા માટે દેશના ભાગલાની યોજના બનાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું તેઓએ વિપક્ષના નેતાઓ પર સબ્સટેસીવ મોસન રજુ કયુર્ં છે અને તેઓએ જણાવ્યું હતું કે આ અંગે લોકસભાના અધ્યક્ષના નિર્ણયની રાહ જોશે અને બીજી તરફ રાજયસભામાં પણ કાર્યવાહી શરૂ થયા બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે થયેલી ટકકરમાં પણ સપ્લીમેન્ટરી પ્રશ્ર્નો પૂછાયા હતા આ અગાઉ આજે વિપક્ષના સભ્યોએ સંસદ બહાર ધરણા કરીને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
