સપ્તાહના છેલ્લા ટ્રેિંડગના દિૃવસે શેરબજારમાં ફરી મોટો કડાકો
આઇટી શેરોમાં ભારે વેચવાલી:નિટી ૩૩૬ પોઈન્ટ ઘટીને ૨૫૪૭૧ પર બંધ
સપ્તાહના છેલ્લા ટ્રેિંડગ દિૃવસ શુક્રવારે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિટી એક ટકાથી વધુ ઘટ્યા હતા. ૩૦ શેરો વાળા મ્જીઈ સેન્સેક્સ ૧,૦૪૮.૧૬ પોઈન્ટ અથવા ૧.૨૫ ટકા ઘટીને ૮૨,૬૨૬.૭૬ પર બંધ થયા. ૫૦ શેરો વાળા દ્ગજીઈ નિટી ૩૩૬.૧૦ પોઈન્ટ અથવા ૧.૩૦ ટકા ઘટીને ૨૫,૪૭૧.૧૦ પર બંધ થયા. છેલ્લા બે દિૃવસમાં શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહૃાો છે.
નિટીમાં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, હિન્દૃુસ્તાન યુનિલિવર, ઈટરનલ, અદૃાણી એન્ટરપ્રાઇઝ અને ઓએનજીસી સૌથી વધુ ઘટ્યા હતા. આ દૃરમિયાન, બજાજ ફાઇનાન્સ, આઇશર મોટર્સ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સિપ્લા વધારા સાથે બંધ થવામાં સફળ રહૃાા હતા.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે બજારો અસ્થિર તબક્કામાં પ્રવેશી ગયા છે, જે રોકાણકારોમાં થોડી િંચતા પેદૃા કરશે, પરંતુ તકો પણ મળશે. યુએસ બજારોમાં છૈં શેરોમાં વેચવાલી અપેક્ષિત હતી, પરંતુ વેચાણની ટાઈમલાઈન નક્કી નહતી.
તેમણે કહૃાું કે છૈં શેરોમાં આ ઘટાડો ભારતીય બજાર માટે સકારાત્મક છે, કારણ કે ગયા વર્ષે વૈશ્ર્વિક તેજી મુખ્યત્વે છૈં સંબંધિત વેપારને કારણે હતી, જેમાં ભારત, છૈં ક્ષેત્રમાં પાછળ રહેલો દૃેશ છે જે ભાગ લઈ શક્યો ન હતો. તેથી, જો છૈં વેપારમાં ઘટાડો ચાલુ રહે તો તે ભારતીય દ્રષ્ટિકોણથી સકારાત્મક છે.
તેમણે વધુમાં કહૃાું કે હાલમાં ભારતીય બજારને જે હચમચાવી રહૃાું છે તે ્ંૈ શેરોમાં ભારે વેચવાલી છે, જે ભારતીય કંપનીઓ માટે નફાનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. ્ંૈ ક્ષેત્ર પર માનવસર્જિત કટોકટીની સાચી અસર હજુ સુધી જાણી શકાયી નથી.સેક્ટોરલ આધાર પર બધા મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા ઊર્જા, ધાતુ અને રિયલ્ટી ઈન્ડેક્સ ૨-૩ ટકા ઘટ્યા, જ્યારે ્ંૈ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હ્લસ્ઝ્રય્, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, પાવર, ઁજીેં અને તેલ અને ગેસ ઈન્ડેક્સ લગભગ ૧ ટકા ઘટ્યા.
