આગામી બે વર્ષમાં દેશમાં પ000 ફયુલ સ્ટેશનો પર 100% ઇથોનોલ આધારીત ઇંધણ ઉપલબ્ધ બનશે
ઇરાન કટોકટીના પગલે જે રીતે ક્રુડ તેલના ભાવમાં મોટો વધારો થયો છે અને હજુ આગામી સમયમાં ક્રુડ તેલ સસ્તુ થાય તેવી શકયતા નહીંવત છે. તે વચ્ચે હવે અત્યાર સુધી સ્વચ્છ પર્યાવરણ માટે સરકારે ઇ-વ્હીકલ સહિતના જે લક્ષ્યાંકો નકકી કર્યા હતા તેના બદલે હવે આર્થિક મોરચે લડવા માટે સરકાર આગામી સમયમાં 100 ટકા ઇથોનોલ સાથેના વાહનો દોડવા લાગે તથા ઇ-વ્હીકલનો ઉપયોગ વધે તે માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રહી છે. ઇરાન યુધ્ધના કારણે ક્રુડ તેલ જે રીતે મોંઘુ થયું છે તેનો ભારતીય અર્થતંત્ર પર રૂા. 10.9 લાખ કરોડનો બોજો આવશે અને તે અર્થતંત્ર ઉપર વ્યાપક અસર કરશે તે નિશ્ર્ચિત છે. પરંતુ ભવિષ્યમાં આ પરિસ્થિતિ બદલાઇ શકે છે. અને ભારત માટે એક કાયમી રીતે ક્રુડ તેલ આધારીત અર્થતંત્રને વિદાય અપાય તેવી શકયતા છે. ર0ર6ના નાણાકીય વર્ષમાં ક્રુડ તેલનો બોજો અર્થતંત્ર કેટલું ઉપાડી શકશે તે પ્રશ્ર્ન છે. તે સમયે સરકારે બે અલગ અલગ યોજનાઓ ફાસ્ટટે્રેક પર મુકી છે. જેમાં કોમર્શિયલ વાહનોમાં ઇથોનોલનો ઉપયોગને સરકાર આગળ વધારી રહી છે અને આગામી સમયમાં 100 ટકા ઇથોનોલ સાથેના વાહનો દોડવા લાગે તે માટે અલગ અલગ કંપનીઓ આ પ્રકારના વાહનોનું ઉત્પાદન શરૂ કરે અને તેની સાથે દેશમાં ઇથોનોલનો પુરવઠો પુરતો મળી રહે તે જોવા માટે સરકારે તેની તમામ તાકાત કામે લગાડી દીધી છે. જેના કારણે ક્રુડ તેલની આયાતમાં સરકારને મોટી રાહત થશે. એક તરફ રૂપિયો જે રીતે ડોલર સામે 100ની સપાટીએ પહોંચવા લાગ્યો છે તે પણ ભવિષ્યમાં રીવર્સ થઇ શકે છે. ઇરાન સહિતના યુધ્ધના કારણે ભારત સહિતના અર્થતંત્રને જબરા આંચકા લાગવા લાગ્યા છે અને લોકોની આવશ્યકતાની ચીજો પણ મોંઘી થઇ છે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા 100 ટકા ઇથોનોલ ફયુલ વેંચતા હોય તેવા પાંચ હજાર ફયુલ સ્ટેશનો દેશભરમાં બે વર્ષમાં ઉભા કરવાની તૈયારી છે અને આગામી મહિને જ મુંબઇ, દિલ્હી, પુના અને નાગપુરમાં આ પ્રકારના 1પ0 રીટેલ સ્ટોર કાર્યરત થઇ જશે અને દિલ્હી સહિતના વિસ્તારોમાં છ માસમાં પ00 સ્ટેશનોમાં ઇથોનોલ આધારીત ઇંધણ મળી રહે તે નિશ્ર્ચિત કરાશે જેના કારણે ક્રુડ તેલની આયાતમાં મોટી રાહત થશે.
બીજી તરફ સરકાર ઇથોનોલનું ઉત્પાદન વધારવા માટે તૈયારી કરી રહી છે અને જાણીતી કાર કંપની મારૂતિ, હ્યુન્ડાઇ, ટાટા મોટર, મહિન્દ્રા, હિરો મોટો કોર્પ, ટીવીએસને પણ હવે એવા કોમર્શિયલ વાહનો તૈયાર કરવા માટે જણાવાયું છે કે જે ઇથોનોલ આધારીત ઇંધણને આધારે દોડી શકે. આ ઉપરાંત સરકાર ઇ-વ્હીકલના ઉપયોગને પણ હવે પ્રોત્સાહિત કરશે. ભવિષ્યની તમામ સરકારી ખરીદી ઇ-વાહનોની હોય તે પણ નિશ્ર્ચિત કરશે. સરકારે ઇન્ડિયન સુગર અને બાયોએનર્જી મેન્યુફેકચરીંગ એસોસીએશનને પણ જીએસટીમાં રાહત વગેરે પ્રોત્સાહન આપશે અને તેના આધારે 8 કરોડ જેટલા ખેડુતોને ફાયદો થશે.
જયારે ઇલેકટ્રીક વાહનોમાં સરકારી અને ખાનગી 8 કરોડ બસો જે માર્ગ પર દોડી રહી છે તથા પ્રાઇવેટ ટ્રક સહિતના વાહનો છે તેને પણ ઇ-વ્હીકલમાં ફેરવવા માટે ખાસ તૈયારી સાથે આગળ વધશે.
