લખનૌ અગ્નિકાંડનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો

દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં સુરક્ષાના
ધોરણો નિશ્ર્ચિત કરવાની માંગ ઉઠાવાઈ

લખનૌ: અત્રે અલીગંજ સ્થિત કોચીંગ સેન્ટરમાં આગ લાગવાથી 15 છાત્રોના મોતનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)માં ઉઠાવવામાં આવ્યો છે. નોઈડા નિવાસી અને પુર્વ ક્ષેત્રીય ઉચ્ચ શિક્ષણ અધિકારી અને શિક્ષક રહેલા ડો.રાજીવકુમાર ગુપ્તાએ આયોગમાં ફરીયાદ નોંધાવી દેશભરની કોચીંગ સંસ્થાઓમાં સુરક્ષાના ધોરણોની તપાસ કરાવવા અને છાત્રોના જીવનની સુરક્ષા નિશ્ર્ચિત કરવાની માંગ કરી છે.
આયોગે ફરિયાદ સ્વીકારી છે ડો.ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે લખનૌનાં અલીગંજમાં બનેલી ઘટના કોઈ પહેલી દુર્ઘટના નથી. આ પહેલ 27 જુલાઈ 2024 માં દિલ્હીનાં રાજેન્દ્રનગરમાં એક કોચીંગ સંસ્થાનમાં બેઝમેન્ટમાં જલભરાવની ઘટનામાં ત્રણ છાત્રોના મોત થયા હતા. આ ઉપરાંત 26 મે 2019 માં અમદાવાદના કોચીંગ સેન્ટરમાં લાગેલી આગમાં 22 છાત્રોના જીવ ગયા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં આ પ્રકારની ઘટનાઓ સતત બહાર આવી રહી છે. મોટી સંખ્યામાં છાત્રો આવા નાના નાના બંધ રૂમોમાં ભણવા મજબુર છે. જયાં જીવનરક્ષક સુવિધાઓ પર્યાપ્ત નથી અને સુરક્ષાની વ્યવસ્થા નથી હોતી. આયોગને આ મામલામાં હસ્તક્ષેપ કરી છાત્રોના જીવન અને સુરક્ષાના અધિકારની રક્ષા માટે અસરકારક પગલા ઉઠાવવાની માંગ કરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ