નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો

યુરોપિયન કોર્ટ ઓફ હૃાુમન રાઇટ્સમાં કરેલી નીરવ મોદૃીની અપીલ પણ ફગાવી દૃીધીે

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદૃીને ભારત લાવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નીરવ મોદૃી પોતાની છેલ્લી કાનૂની લડાઈ પણ હારી ગયો છે. તેણે યુરોપિયન કોર્ટ ઓફ હૃાુમન રાઇટ્સમાં દૃાખલ કરેલી અપીલથી પણ તેને કોઈ રાહત મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે નીરવ મોદૃી પાસે કોઈ કાનૂની વિકલ્પ નથી બચ્યો. આવી સ્થિતિમાં બ્રિટન સરકાર પ્રત્યાર્પણની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ભારત મોકલી શકે છે.
મળતી માહિતી મુજબ, નીરવ મોદૃીએ એપ્રિલ ૨૦૨૬માં યુરોપિયન કોર્ટ ઓફ હૃાુમન રાઇટ્સનો દૃરવાજો ખખડાવ્યો હતો. તે પહેલાં બ્રિટનની તમામ અદૃાલતોએ તેની તમામ અપીલો ફગાવી દૃીધી હતી. અદૃાલતે માન્યું હતું કે, ભારત દ્વારા જેલની વ્યવસ્થા અને તેની સાથે કરવામાં આવનારા વર્તન અંગે આપવામાં આવેલા આશ્ર્વાસન પૂરતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે પ્રત્યાર્પણમાં કોઈ કાનૂની અડચણ બાકી નથી રહી અને બ્રિટનની એજન્સીઓએ નીરવ મોદૃીને ભારતને સોંપવાની વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દૃીધી છે.
ઉલ્લેખનીય છે કે, નીરવ મોદૃી માર્ચ ૨૦૧૯થી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)એ પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કથિત બેંક કૌભાંડ અને મની લોન્ડિંરગ કેસમાં તેને ભારત લાવવાની માગ કરી છે. રાજદ્વારી સૂત્રોનો દૃાવો છે કે હવે નીરવ મોદૃીનું ભારત પ્રત્યાર્પણ ગમે ત્યારે થઈ શકે છે.
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદૃી ભારતના ત્રણ અલગ-અલગ કેસોમાં વોન્ટેડ છે. તેમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડની ઝ્રમ્ૈં તપાસ, ઈડ્ઢનો મની લોન્ડિંરગ કેસ તેમજ પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં કરવાનો કેસ સામેલ છે. એપ્રિલ ૨૦૨૧માં બ્રિટનની તત્કાલીન ગૃહમંત્રી પ્રીતિ પટેલે તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
ત્યારબાદૃ નીરવ મોદૃીની તમામ જામીન અરજીઓ અને કાનૂની અપીલો ફગાવી દૃેવામાં આવી હતી. માર્ચ ૨૦૨૬માં તેણે ભારત મોકલવાના નિર્ણય સામેની છેલ્લી અપીલ પણ હારી હતી. ત્યારબાદૃ તેણે ફ્રાન્સ સ્થિત યુરોપિયન કોર્ટ ઓફ હૃાુમન રાઇટ્સમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેને કોઈ રાહત મળી નથી. હવે તેના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ