મહારાષ્ટ્રના ભિવંડીમાં ૪ માળની ઇમારત ધરાશાયી:૯ લોકોના મોત

મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક દૃયદ્રાવક દૃુર્ઘટના સામે આવી છે, જ્યાં ’કોહિનુર’ નામની ૪ માળની રિહાઇશી ઇમારત અચાનક ધારાશાયી થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ૯ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ૬ થી ૭ લોકો કાટમાળ નીચે દૃબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દૃોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે દ્ગડ્ઢઇહ્લ, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા. પોકલેન મશીનો અને આધુનિક સાધનોની મદૃદૃથી કાટમાળ હટાવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહૃાું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક દિૃવસોથી રિપેિંરગનું કામ ચાલી રહૃાું હતું. કામ દૃરમિયાન કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઇમારતના ૩ પિલર તોડી નાખવામાં આવ્યા હતા. પિલર તૂટવાના કારણે ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ ગઈ અને તે પોતાનું સંતુલન ગુમાવીને સંપૂર્ણપણે જમીનદૃોસ્ત થઈ ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે ઇમારત ધરાશાયી થતા પહેલા વિચિત્ર અવાજો આવતા મોટાભાગના રહેવાસીઓ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર ભાગી છૂટ્યા હતા. જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. તેમ છતાં, પહેલી માળ પર રહેલા કેટલાક લોકો અને ત્યાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. પ્રશાસન દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ