પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દૃુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દૃુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૨ શ્રમિકોના મોત થયા છે, જ્યારે અનેક શ્રમિકો હજુ પણ જમીનની નીચે મલબામાં ફસાયેલા અને લાપતા છે.બલૂચિસ્તાનના ખાણ અને ખનીજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાણીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દૃરેક મજૂરના પરિવારને ૫ લાખ પાકિસ્તાની રૂપિયા નું વળતર આપશે. આ ઉપરાંત અધિકારીઓ ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણ સુરક્ષાના નિયમોની સમીક્ષા કરશે.ચીફ ઈન્સ્પેક્ટર ઓફ માઈન્સ મોહમ્મદૃ આતિફે જણાવ્યું કે બચાવ કામગીરી જમીનથી લગભગ ૪,૦૦૦ ફૂટ (૧,૨૧૯ મીટર) ની ઊંડાઈએ ચલાવવામાં આવી રહી છે. જમીનમાં વધુ ઊંડાઈ અને ઝેરી ગેસના ખતરાને કારણે રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે.પાકિસ્તાન સેન્ટ્રલ માઈન્સ લેબર ફેડરેશન અને મજૂર યુનિયને આ ઘટના સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
પીએમ કિસાન યોજના વધુ પાંચ વર્ષ લંબાવાશે
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૪ મહત્ત્વના નિર્ણયો ઉર્જા ક્ષેત્ર અને દરિયાઇ અર્થતંત્રને મજબૂત કરવા સૂર્યઘર અને સમુદ્ર... -
દૃક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ:સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
અંબિકામાં ૧૯, ડોલવણમાં ૧૪ અન્ો વાંસદૃામાં ૧૩ ઇંચ વરસાદૃ નદૃીઓ, નાળા, જળાશયો છલકાયા:કાંઠા વિસ્તારના ગામોન્ો એલર્ટ... -
રાજકોટના લોઠડામાં સિમેન્ટની રેકડી લઈ જતાં શ્રમિકને મિલર ટ્રકે કચડી નાખ્યો
મોરબીમાં શ્રમિક યુવાન રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગયો શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ...
