આસામ, ઓડિશા અન્ો હિમાચલ પ્રદૃેશમાં પ્ાૂરથી તબાહી

કિન્નોરમાં ન્ોશનલ હાઇવે-૦૫ બંધ, અંબામાં તણાઈ જવાથી મહિલાનું મોત

ઓડિશાના પ્ાૂરગ્રસ્ત ૨૦ જિલ્લાઓમાં ૧.૮૯ લાખ લોકોનું સ્થળાંતર:આસામમાં મૃત્યુ આંક વધીન્ો ૮૦

દૃેશના અન્ોક ભાગોમાં ફરી એકવાર ચોમાસુ તબાહી મચાવી રહૃાું છે હિમાચલ પ્રદૃેશમાં ભારે વરસાદૃને કારણે અનેક જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૦૫ બંધ થઈ ગયો છે, જ્યારે ચંબામાં એક ૧૯ વર્ષીય મહિલાનું નાળામાં તણાઈ જવાથી મૃત્યુ થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદૃને કારણે કાટમાળ રસ્તાઓ પર વહી ગયો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાની સંભાવના છે. હવામાન વિભાગે ઓગસ્ટના શરૂઆતના દિૃવસોમાં પણ ભારે વરસાદૃની આગાહી કરી છે.
ઓડિશામાં મહાનદૃી અને તેની પ્રમુખ શાખા નદૃી કાઠજોડીમાં પાણીની સતત આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંડલી અને નરાજ પાસે પૂરના પાણી ટૂંક સમયમાં જ ભયજનક સપાટી વટાવી જાય તેવી આશંકા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંડલીમાં ૮.૮૦ લાખ ક્યુસેક પાણી વહી રહૃાું હતું અને જળસ્તર ભયજનક સપાટીથી માત્ર દૃોઢ ફૂટ જ નીચે હતું. જ્યારે નરાજમાં ૪.૩૪ લાખ ક્યુસેક અને જોબરા એનિકેટ પરથી ૩.૯૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે.
મહાનદૃીનું જળસ્તર વધતા બુધવારે મોડી રાત્રે પ્રસિદ્ધ ભટ્ટારિકા મંદિૃરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે માં ભટ્ટારિકાની મૂર્તિને અસ્થાયી મંદિૃરમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત બડંબાના જોડુમ વિસ્તારમાં તટબંધ તૂટવાથી ખેતીની જમીન જળમગ્ન થઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ધબલેશ્ર્વર, ભટ્ટારિકા અને િંસહનાથ પીઠમાં ગુરુવારથી મ્દ્ગજીની કલમ-૧૬૩ (અગાઉની કલમ-૧૪૪) લાગુ કરી દૃેવામાં આવી છે.ઓડિશાના ૨૦ જિલ્લાના ૧૦૦ બ્લોકમાં આવેલા ૧,૪૫૮ ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, પૂરના કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને ૧,૩૧૦ પશુઓના મૃત્યુ નોંધાયા છે. ભદ્રક જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ૪.૧૧ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ ઉપરાંત જાજપુર અને બાલેશ્ર્વર જિલ્લામાં પણ લાખો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. રાજ્યના ૮ જિલ્લાઓમાં ૨,૧૨,૪૪૧ થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે આ વર્ષે પૂરના કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા વધીને ૮૦ થઈ ગઈ છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (છજીડ્ઢસ્છ) ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી છે.
છજીડ્ઢસ્છ ના જણાવ્યા અનુસાર, ગોલાઘાટ, શિવસાગર, વિશ્ર્વનાથ, ચરાઈદૃેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ જિલ્લાઓમાં કુલ ૨,૧૨,૪૪૧ લોકો પૂરની ઝપેટમાં છે. આ કુદૃરતી આપત્તિએ ૨૧ મહેસૂલ મંડળો (રેવન્યુ સર્કલ) અંતર્ગત ૪૩૭ ગામોને પ્રભાવિત કર્યા છે. જ્યારે પૂરના પાણી ફરી વળવાથી ૧૭,૧૯૮.૦૯ હેક્ટર જમીનમાં ઊભેલો પાક બગડી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન શિવસાગર જિલ્લામાં વધુ ૨ લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે આ સિઝનમાં રાજ્યમાં પૂરના લીધે મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો ૮૦ પર પહોંચી ગયો છે.
પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. વિસ્થાપિત થયેલા પરિવારોને આશરો આપવા માટે કુલ ૨૧ સ્થળોએ રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા પ્રભાવિત નાગરિકોને ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને અન્ય જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં પણ કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની અસર જોવા મળી રહી છે, અને અનેક નદૃીઓમાં પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાનની ઉપર વહી રહૃાું છે.


રિલેટેડ ન્યૂઝ