યુપીઆઈથી લોન હપ્તા પર રૂા.5નો ચાર્જ લાગશે

નવી દિલ્હી: આગામી તા.15થી દેશમાં યુપીઆઈ ચાર્જનો અમલ શરૂ થશે અને વિવિધ ક્ષેત્રો પર તેની કેવી અસર થશે તેની ચર્ચા છે તથા વેપારી સંગઠનોએ યુપીઆઈ સામે બાયો ચડાવી છે. તે સમયે સરકાર એક બાદ એક પીછેહઠ કરી રહી છે. તેમાં હવે સ્પષ્ટતા આવી છે કે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના ધિરાણમાં 0.4% નહી પણ રૂા.5નો ફલેટ ચાર્જ પ્રતિ વ્યવહાર પર લાગશે. આ પ્રકારે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના રૂા.2000થી વધુના યુપીઆઈ પેમેન્ટમાં 0.4%નો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નિશ્ર્ચિત કરાયો હતો પણ આ પ્રકારના એનબીએફટી ફાયનાન્સના ઈ.એમ.આઈ. રી-પેમેન્ટ અત્યંત માઈક્રોલેવલે છે અને નાના ધિરાણ વધુ છે તેમાં 0.4%નો ચાર્જ ઓછો પડે તેથી હવે સરકારે હવે આ પ્રકારના વ્યવહારો પર ફલેટ એક સમાન રૂા.5 નિશ્ર્ચિત કર્યા છે જે રૂા.2000ના દરેક ઈએમઆઈ કે રીપેમેન્ટ પર આવશે અને તેમાં હપ્તાની રકમની કોઈ મર્યાદા નહી હોય.

રિલેટેડ ન્યૂઝ