ઘરે જ બનાવો રોગપ્રતિકારક શક્તિ વધારતો સ્વાદિષ્ટ આમળાનો મુરબ્બો

ઓક્ટોબર મહિનો શરૂ થતાં જ બજારમાં તાજાં આમળાં મળવા લાગે છે. વિટામિન સીથી ભરપૂર આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારી વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર આમળાનો મુરબ્બો ઘરે સરળતાથી બનાવી શકાય છે.

જરૂરી સામગ્રી:

૧ કિલો તાજાં મોટાં આમળાં, ૧ કિલો ખાંડ, ૧ ચમચી ફટકડી અથવા ચૂનો, ૫-૬ એલચી, ૧/૨ ચમચી કાળા મરી પાવડર, ૧/૨ ચમચી કાળું મીઠું અને કેસરના દોરા.

બનાવવાની રીત:

૧. તાજાં આમળાંને ધોઈને કાંટા ચમચી (ફોર્ક) વડે ચારેય બાજુથી કાણાં પાડી લો.

૨. પાણીમાં ચૂનો કે ફટકડી ઓગાળી આમળાંને ૮-૧૦ કલાક પલાળી રાખો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈ લો.

૩. આમળાંને ઉકળતા પાણીમાં ૮-૧૦ મિનિટ માટે નરમ થાય ત્યાં સુધી બાફીને સુકવી લો.

૪. એક વાસણમાં ખાંડ અને ૧ કપ પાણી મેળવી ચાસણી બનાવો. ખાંડ ઓગળે એટલે તેમાં બાફેલાં આમળાં ઉમેરો.

૫. ચાસણી એક તારની થાય અને આમળાંનો રંગ સોનેરી મધ જેવો થાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો.

૬. છેલ્લે એલચી પાવડર, કાળા મરી, કાળું મીઠું અને કેસર ઉમેરી બરાબર મિક્સ કરી લો.


બ્રેકિંગ ન્યૂઝ:

શિયાળાની શરૂઆતમાં જ વિટામિન સીથી ભરપૂર તાજાં આમળાં બજારમાં ઉપલબ્ધ થતાં જ ઘરે મુરબ્બો બનાવવાની હોડ જામી.

રોગપ્રતિકારક શક્તિ વધારતો અને વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપતો આમળાનો મુરબ્બો બનાવવાની સરળ રીત સામે આવી.

રિલેટેડ ન્યૂઝ