ગુજરાત રાજ્યની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ સાહેબના આદેશથી આર્ટ ઓફ લિવિંગ, બેંગ્લોર તથા ગુજરાત જેલ વિભાગ સાથે બંધિવાનોને યોગા અને મેડિટેશન કરાવવા માટે MOU કરવામાં આવેલ છે. સબબ નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ), રાજકોટ ઝોન અને ડો. ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ અધિક્ષકશ્રી વી.પી. ગોહીલ તથા શ્રી શૈલેષભાઈ પાદરીયા, આર્ટ ઓફ લિવિંગ, રાજકોટના પ્રયત્નોથી તા. 24/06/2026 થી તા. 27/06/2026 સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન સ્માર્ટ પ્રોગ્રામ (યોગા/સુદર્શન ક્રિયા) નું આયોજન કરવામાં આવેલ.
જેમાં અત્રેની જેલના 48 પુરુષ તેમજ 48 મહિલા બંધિવાનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. તેમજ આર્ટ ઓફ લિવિંગ, રાજકોટની સંસ્થા દ્વારા આજે તા. 29/06/2026 ના રોજ તમામ બંધિવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વામીશ્રી કૃપાનંદજી, શ્રી શૈલેષભાઈ પાદરીયા (સ્ટેટ ટીચર કો-ઓર્ડિનેટર), શ્રી દેવાંગભાઈ પંડ્યા (અર્બન પ્લાનર), સુશ્રી અમીબેન વડગામા , શ્રી કશ્મીરાબેન ગગલાણી, શ્રી પ્રકાશભાઈ જાની, શ્રી રવિભાઈ ચોટાઈ (પ્રેસિડેન્ટ રાજકોટ રોટરી કલ્બ ગ્રેટર) તેમજ જેલ અધિક્ષકશ્રી વી.પી. ગોહિલ તેમજ નાયબ અધિક્ષક શ્રી ડી.પી. રબારી હાજર રહેલ હતા.
