સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો

સિંગતેલ આજે રૂ.20નો વધારો જોવા મળ્યો છે જ્યારે કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં ભાવ મનમોર રહ્યા છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 4,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 25,500, જી 10 32,200, જી20 32,000 અને ટીજે 37 35,000 ઉપર જણાતા હતા.
સિંગખોળ રૂ.37,500 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલ આજે રૂ.20નો વધારો જોવા મળ્યો છે જ્યારે કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2720- 2770, 13 કિગ્રા લેબલ ટીન 2420 – 2670, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2605 – 2635, 13 કિગ્રા નવા ટીન 2345- 2385 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2230 – 2270, પામોલિન તેલ રૂ. 2330 – 2335, કોપરેલ 3700 – 3750, દિવેલ 2380 – 2410, કોર્ન 2240 – 2260, મસ્ટર્ડ ઓઇલ 2400 – 2440 અને સન ફલાવરના ભાવ 2460 – 2480 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં પ્રમાણમાં વધઘટ જણાતી હતી. દિવેલના ભાવ 1380 – 1390 ઉપર નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં 400 થી 500 ગુણી આવક હતી જેના ભાવ 1330 થી 1386 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 35,000 થી 40,000 ગુણીની આવક હતી જેના ભાવ 1370 થી 1395 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1416, કડી 1400, કંડલા 1405, શાપુરના ભાવ 1395 – 1400 અને ગિરનારના ભાવ 1395 – 1400 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ