1956માં વાવેલું વિશ્ર્વાસનું બીજ આજે સૌરાષ્ટ્રની સૌથી વિશ્ર્વસનીય Personalized Pen Brand બનીને ખીલી ઊઠ્યું
વ્યવસાય માત્ર માલ વેચવાનું નામ નથી. વ્યવસાય એટલે વિશ્વાસ, સંબંધો અને પેઢીઓ સુધી જળવાઈ રહે તેવી પ્રતિષ્ઠા. વિકાસ પબ્લિસિટી ગ્રુપ ના Vikas Pen World ની સફર આ વાતનું જીવંત ઉદાહરણ છે.
આ સફરની શરૂઆત વર્ષ 1956માં સ્વર્ગસ્થ ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતા દ્વારા રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરથી થઈ. તે સમયના મર્યાદિત સાધનો વચ્ચે તેમણે પેનના વ્યવસાયનો પાયો નાખ્યો અને ગુણવત્તા તથા પ્રામાણિકતાના સિદ્ધાંતો પર વ્યવસાય આગળ વધાર્યો.
થોડા જ વર્ષોમાં તેમના મોટા પુત્ર મહેન્દ્રભાઈ ઇન્દુભાઇ મહેતા માત્ર 11 વર્ષની ઉંમરે પિતાના ખભે ખભો મિલાવી વ્યવસાયમાં જોડાયા. તેઓ વિવિધ દુકાનોમાં ફરીને રૂા.1માં 5 પેન વેચતા અને ગ્રાહકોનો વિશ્વાસ જીતતા. આ જ મહેનતના પરિણામે ધર્મેન્દ્ર રોડ પર પોતાની દુકાન ખરીદવામાં આવી અને “ખજ્ઞમયક્ષિ ઙયક્ષ ઈયક્ષિિંય” તરીકે નવી ઓળખ મળી.
ત્યારબાદ પરિવારના અન્ય બે સભ્યો હરેશભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા પણ વ્યવસાય સાથે જોડાયા. ત્રણેય ભાઈઓએ મળીને ઇન્ક પેન અને કોર્પોરેટ ગિફ્ટિંગ પેનના ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઉભી કરી.
સમયની સાથે વર્ષ 1984માં મહેન્દ્રભાઈ મહેતાએ જાહેરાત ક્ષેત્રે ટશસફત ઙીબહશભશિુંની સ્થાપના કરી, જ્યારે હરેશભાઈ મહેતાએ મુંબઈમાં ઇંશળ ઊક્ષયિિાંશિતય શરૂ કરી. બીજી તરફ સંજયભાઈ મહેતાએ પેનના વ્યવસાયને સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધાર્યો.
