ઇન્ટિગ્રેટેડ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની ટેક્નોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડે જાહેર કર્યું છે તે તેનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે શુક્રવાર, 07 ઓગસ્ટ, 2026ના રોજ ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ ગુરૂવાર, 06 ઓગસ્ટ, 2026 છે અને આઇપીઓ મંગળવાર, 11 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે. કંપની અપર પ્રાઇઝ બેન્ડ ઉપર રૂ. 251.88 કરોડ એકત્ર કરવાની તથા બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત ધરાવે છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 200-212 નિર્ધારિત કરાયે છે અને લઘુત્તમ 70 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 70 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે. ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
આઇપીઓમાં 9,505,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર કાર્તિકે ક્ધસ્ટ્રક્શન (ભાગીદારી કંપની) દ્વારા બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 2,376,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે 3,563,810 ઇક્વિટી શેર્સ, એચએનઆઇ માટે 1,782,690 ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 2,376,150 ઇક્વિટી શેર્સ અને રિટેઇલ (આરઆઇઆઇ) માટે 4,158,350 ઇક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યાં છે.
